અમદાવાદ : કાંકરિયા કાર્નિવલમાં સાન્તક્લોઝને આ કારણે મારી મારીને ભગાડ્યા


અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં સાન્તાક્લોઝ બનીને આવેલા લોકોને કેટલાક મુલાકાતીઓએ માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. 25 તારીખથી શરૂ થયેલા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યાં છે. અહીં શુક્રવારે રાતે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસે કેટલાક લોકોને હિંદુ સંગઠનના લોકોએ દોડાવી દોડાવીને માર્યા હતા.
સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં એવું પણ લોકો કહી રરહ્યા છે કે, તેઓ અહીં આવીને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને ઘણા સમયથી સાન્તાક્લોઝના કોસ્ચ્યૂમ પહેરીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેના પુસ્તકો વહેંચી રહ્યા હતા. આ વાત ધ્યાન પર આવતાં તેમને અહીંથી કાઢી મુકવાની તૈયારી કરવામાં આવી હતી.
આ વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકોએ સાન્તાક્લોઝ બનેલા લોકોને કહી રહ્યાં છે કે તમારા ચર્ચમાં જઈને તમારા ધર્મનો પ્રચાર કરો. આ કાર્નિવલમાં લોકોને ટાર્ગેટ કરીને મિશનરીના પ્રચારકો તેમને પુસ્તકો આપી ચર્ચમાં આવવા આમંત્રણ આપતા હોવાના પણ આક્ષેપો થયા છે.
આ પણ વાંચો : અમદાવાદની હોસ્પિટલમાં આગ, બે લોકોના મોત, ફાયરની ટીમ ઘટના સ્થળપર
વીડિયોમાં શાંતાક્લોઝ બનીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહેલા બે યુવાનોને પણ બજરંગદળના કાર્યકર્તાઓ મારતા મારતા બહાર કાઢતા દેખાય છે. જ્યારે તેમની સાથે રહેલા લોકોને પણ ત્યાંથી ભગાડતા દેખાય છે.