

અમદાવાદમાં સાણંદ સબરજીસ્ટ્રાર લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા. સબરજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ 11 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જીતેંદ્રકુમાર મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે અને દસ્તાવેજ કરી આપવા બાબતે 18 લાખની રૂપિયાની લાંચ માગી હતી. જો કે રકઝક બાદ 11 લાખ નક્કી થયા હતા. વચેટીયા મોમીન રીઝવાન ગુલામ રસુલના મારફતે લાંચની માંગ કરી હતી. ફરિયાદેએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ ટ્રેપ ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

ફરિયાદીને ત્રણ દસ્તાવેજોનું કામ હતુ, જે ત્રણ દસ્વેજ પૈકી બે દસ્તાવેજો નોંધણી કરીને છોડી આપ્યા હતા, એક દસ્તાવેજ બાકી હતો. ફરિયાદીએ બાકી રહગેલો દસ્તાવેજ મેળવવા પ્રયાસ કર્યા હતા જો કે અધિકારીએ 18 લાખ રૂપિયાની માંગ કરતા ફરિયદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.