અમદાવાદ- સાણંદ SDM રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી લીધી છે. સાણંદની પ્રેરણાતીર્થ સોસાયટીના પાંચમે માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક રાજેન્દ્ર પટેલ સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર પણ હતા.
સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલની આત્મહત્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ અમદાવાદના સાણંદનાં પ્રાંત ઓફિસર હતા.
સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક આપઘાત બાદ પરિવાર અને આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ તેમણે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. એવું તો કયું કારણ હતું જેના કારણે તે આ પગલું ભરવા માટે મજબૂર બન્યા છે. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.