અમદાવાદ: દરિયાપાર ભારતની વ્યક્તિ વિશેષનું અભિવાદન માટે સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ યોજાયો; મેયર બોલ્યા

11 જાન્યુઆરી અમદાવાદ; શહેરના આઈ આઈ એમ રોડ પાસે આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ સમારંભ યોજાયો. જેનો મુખ્ય હેતુ દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિ વિશેષનું અભિવાદન કરી એવોર્ડથી સન્માનિત કરવાનું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને અમેરિકામાં વસવાટ કરતા ભારતીય લોકો હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈને વિશેષ હાજરી આપી હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અથાગ પ્રયત્નો થકી વિશ્વમાં ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે. અને વ્યાપાર સરળ થયું છે. જેનાં અંગે વિશેષ ભાષણ આપ્યું હતું.
વિશ્વના 129 દેશોમાં ગુજરાતનું નામ રોશન થઈ રહ્યું છે
કાર્યક્રમમાં હાજર રહેલા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે આજે વિશ્વના 129 દેશોમાં ગુજરાતીઓ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય, કે પછી યુદ્ધ જેવી ઘટનાઓ હોય, તેમજ વસુદેવ કુટુંબ જેવી ભાવના સાથે જન સેવા અને સમર્પણની ભાવના પણ સમગ્ર દેશ અને વિદેશમાં સરાહનીય છે. તેમણે ગૌરવનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આપણે ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા છીએ અને કોઈ પૂછે ક્યાંથી છો? તો આપણે કહીએ કે ગુજરાતથી છું. તો એક અલગ માન સન્માન મળતું હોય છે લોકો વધારે સન્માનથી જોતા હોય છે. તે જ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખાસ કરીને વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા 2014થી સતત નિયમિત રીતે સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેને લઈને તમામ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
વિશ્વમાં વસતા ગુજરાતીઓને આગળ ધપાવવાનો પ્રયાસ
ખાસ કરીને વૈશ્વિક ગુજરાતી સંગઠનએ વિશ્વમાં વસતા તમામ ગુજરાતી લોકોને એક સાંકળથી બાંધવાનું કાર્ય કરે છે. અને આપણો ગુજરાતી વિશ્વમાં ગમે ત્યાં વસ્તુ હોય તેને તમામ પ્રકારની મદદ કરી હાથ ખેંચી ઉપર લાવવાનો પ્રયાસ કરે છે. અમેરિકા જવા દેશોમાં પણ ગુજરાતીઓ આરોગ્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ખૂબ જ ઊંડા પ્રમાણમાં સેવાના કાર્યો કરે છે. વ્યાપારની દ્રષ્ટિએ પણ ગુજરાત અને ભારતની ઓળખ અમેરિકામાં આ વિદેશમાં વસતા ગુજરાતીઓ કરે છે. ત્યારે વિદેશોમાં વસતા વિદેશોમાં વસતા ગુજરાતીઓ જો આર્થિક રીતે પણ સફળતા ધરાવે છે અને સતત આપણા ભારતીયોને ગુજરાતીઓ માટે અડીખમ ઊભા રહી કાર્ય કરે છે તેવા તમામ મહાનુભાવોને આજના કાર્યક્રમમાં એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.