

ગુજરાત પોલીસ વિભાગના વધુ એક અધિકારી દિલ્હી માટે પસંદ થયા છે. વર્ષ 2016 ની બેચના આઈપીએસ અધિકારી અને હાલ અમદાવાદ રૂરલના એસ.પી તરીકે ફરજ બજાવતા અમિત વસાવા સીબીઆઈમાં ડેપ્યુટેશન ઉપર જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ઓર્ડર કરતા ટૂંક સમયમાં તેઓને છૂટા કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં IPS કેડરમાં ઘણાં અધિકારીઓના પોસ્ટીંગને લઈ ચર્ચાઓનો દૌર શરૂ થયું હતો. લોકસભાની ચૂંટણી પહેલા અનેક અધિકારીઓના પોસ્ટને લઈ સમાચારો સામે આવી રહ્યા હતા. ત્યારે આજે વધુ એક IPS ને દિલ્હી મોકલવામાં આવ્યા છે. જેને લઈ હવે અમદાવાદ રૂરલ એસપી તરીકેની જગ્યા ખાલી થવા જઈ રહી છે.