અમદાવાદમધ્ય ગુજરાત

અમદાવાદ RTO ફરી ધક્કે : 15 દિવસમાં 15000થી વધુ અરજીઓ અટકી પડી

Text To Speech

અમદાવાદનું RTO કોઈના કોઈ વિવાદમાં રહેતું હોય છે ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે. છેલ્લા 15 દિવસથી સર્વરમાં એરર આવી રહ્યું છે જેના લીધે RTOમાં અરજદારો પરેશાન થઇ રહ્યા છે. એરરને લીધે લર્નિંગ લાઇસન્સના રિન્યૂ અને ફેસલેસની 22 હજારથી વધુ અરજી અટકી ગઇ છે. જેના લીધે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ડિજિટલ ભારતમાં ઈ-સરકાર અંતર્ગત દરેક કચેરીની કામગીરી નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન કરવામાં આવી છે ત્યારે અમદાવાદ RTOમાં એરરને લીધે અરજદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : RTO કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ

તૂટેલા ટ્રેકમાં ટેસ્ટ આપવા મજબુર

અમદાવાદ RTOમાં લોકો તૂટેલા ટ્રેક પર ટેસ્ટ આપવા મજબુર છે. શુક્રવારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા કાર ચાલકોને ધક્કો પડતાં હોબાળો થયો હતો. કાર ચાલકોમાં રોષ હતો કે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોય તો લોકોને મોબાઇલ પર મેસેજ કરી દેવાની જરૂર હતી. પરંતુ આવી કોઇ સિસ્ટમ અપડેટ નથી. ડ્રાઇવિંગ ટેસ્ટની સ્થિતિ દયનીય છે. તૂટેલા ટ્રેકમાં લોકો ટેસ્ટ આપે છે.

આ પણ વાંચો : RTO ગુજરાતનું સોફ્ટવેર અપડેટમાં, કામગીરી ઠપ

15 દિવસમાં 15000થી વધુ અરજીઓ અટકી

RTO સર્વરમાં એરરના લીધે લર્નિંગ લાઇસન્સ રિન્યૂ કરે ત્યારે તેની પ્રોસેસ પૂરી થયા બાદ એપ્રૂવલ સ્ટેજ પર આવ્યા બાદ તેની પ્રિન્ટ નીકળતી નથી. RTOમાં રોજના 400થી 450 અરજીઓ આવે છે. અત્યાર સુધીમાં 6 હજારથી વધુ અરજીઓનો ભેગી થઇ ગઈ છે. એક લાઇસન્સ હોય અને અન્ય વાહનના લાઇસન્સનો ઉમેરો કરવાની અરજી પણ એપ્રૂવલ કક્ષાએ અટકી છે. લાઇસન્સની રિન્યૂ અને ડુપ્લિકેટ અરજી ફેસલેસની સુવિધા છે. પરંતુ છેલ્લા 15 દિવસથી 15000થી વધુ અરજીઓ અટકી છે. જેથી અરજદારોને હલકી ભોગવવી પડે છે.

Back to top button