લાઈફસ્ટાઈલ

તણાવથી ચહેરા પર પડી શકે છે ખરાબ અસર, આ સરળ રીતે કરો સંભાળ

Text To Speech

આજકાલની લાઇફમાં લોકોને અનેક પ્રકારના તણાવ હોય છે. ત્યારે આ તણાવની અસર તમારા સ્વાસ્થ્ય પર ખુબ વધારે થતી હોય છે. તણાવને કારણે તમારા સ્વાસ્થની સાથે તમારા ચહેરાને પણ ખરાબ અસર થતી હોય છે. તણાવથી બચવા માટે તમારે શું કરવું જોઇએ તેની કેટલીક ટીપ્સ અમે તમને જણાવીશું. જે આજકાલ મોટી સેલેબ્રીટી પણ આ ઉપાયને આજમાવતા હોય છે.

તણાવને કારણે તમારા સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરથી બચવા માટે તમારે શુ કરવું જોઇએ અને તમારા ચહેરાને કેવી રીતે સાચવશો આ તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું. તાજેતરમાં અભિનેત્રી ટ્વીન્કલ ખન્નાએ તણાવથી દુર રહી પોતાના ચહેરાની કેવી રીતે સંભાળ કરી શકો તેના વિશે જણાવ્યું હતું.

તણાવ-humdekhengenews

તણાવથી થતી ખરાબ અસરો

તણાવને કારણે સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર થતી હોય છે સાથે જ તણાવની અસર તમારા ચહેરા પર દેખાઇ આવતા હોય છે. જેમકે ચહેરા પર રિંક્લ્સ આવી જવા, સમય કરતા વધારે ઉમર દેખાવી , ચહેરાની ચમક ઓછી થવી વગેરે… ત્યારે આનાથી બતવા તમારે નીચે મુજના ઉપાયો આજમાવવા જોઇએ.

ઘરમાં છોડ વાવવા જોઇએ

પ્રકૃતિની નજીક રહેવાથી તમારા શરીર પર ખુબ સારી અસર પડે છે. જેથી ઘરમાં થોડા છોડ વાવવા જોઈએ. અને તમને જ્યારે તણાવ મહેસુસ થાય ત્યારે ગાર્ડન કે બાલ્કનીમાં જઇને થોડી વાર બેસવું જોઇએ જેથી તમારો તણાવ ઓછો થશે.

જમવામાં આટલુ ધ્યાન રાખો

તણાવને દુર કરવો હોય ખાવા પીવાની વસ્તુઓ પર ધ્યાન આપો. તમારા સવારના ભોજનમાં બદલાવ કરતા રહો. અને ખાવામાં પણ પેટ ભરીને ન ખાવું જોઇએ. જેથી પચવામાં સરળથા રહે. અને રાત્રે વહેલા જમીને 10 વાગ્યા સુધી સુવુ જોઇએ.

નવું શીખવાની આદત રાખો

તમારે તણાવથી દુર રહેવું હોય તો નવું શીખવાની આદત પાડો. તમારે કંઇકને કંઇક શીખતા રહેવું જોઇએ. તમને જે વસ્તુમાં રસ હોય તેમાં નવું ટ્રાય કરતા રહો.

ખુશ રહેવાનો ટ્રાય કરો

તમારે તણાવથી દુર રહેવું હોય તો ખુશ રહેવા માટે ટ્રાય કરો. અને ખુશ રહેવા માટે તમને ગમતી પ્રવૃતિ કરો. જેમકે ગમતો ગીતો સાંભળવા, જોક્સ સાંભળવા, વગેરે રીતે તમે તણાવને દુર કરી શકો છો.

સ્કીન માટે અપનાવો આ ખાસ ટીપ્સ

તમારે સ્કીનની કેર કરવા માટે સન સ્કીનનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે પણ ધૂપમાં બહાર જાવ ત્યારે ચહેરાને કપડા વળે પ્રોટેક્ટ કરો.

આ પણ વાંચો :શિયાળામાં આ લોટની રોટલી ખાવાથી થાય છે ગજબના ફાયદા, ઘણી સમસ્યામાં મળશે રાહત

Back to top button