અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં હવે ટ્રાફિક પોલીસ નહીં કરે હેરાનઃ વાહનચાલકોના હિતમાં RTOનો નિર્ણય

Text To Speech

જો ઘરેથી નીકળતા સમયે ડ્રાઈવિંગ લાયસન્સ લેવાનું તમે ભૂલી જાવ તો, હવે ના કરતા ચિંતા. કારણકે, અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે તમારી પાસે લાયસન્સની હાર્ડકોપી નહીં હોય તો તમને હેરાન કરશે નહીં. કારણકે, અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા RTOએ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સ્માર્ટકાર્ડના અભાવમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. વાહન ચાલક મોબાઈલમાં અથવા ડીજી લોકરમાં રાખેલું લાયસન્સ ટ્રાફિક પોલીસને બતાવી શકશે અને ટ્રાફિક પોલીસકર્મીએ પણ આ લાયસન્સ માન્ય ગણવું પડશે. અમદાવાદમાં સ્માર્ટકાર્ડમાં ઉપયોગ થતી ચીપના અભાવના કારણે 14 હજાર લાયસન્સ પેન્ડિંગ છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વાહન ચાલકોના હિતમાં RTOનો નિર્ણય
અમદાવાદ RTOનો આ નિર્ણય વાહનચાલકો માટે ખૂબ જ હિતકારક છે. આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને પણ ફરીથી આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. જેથી હવે કોઈ ચાર રસ્તા પર વાહન પકડે અને જો લાયસન્સ ઈશ્યૂ ન થયું હોય કે ઘરે ભૂલી ગયા હોય તો ડીજી લૉકરનો ઉપયોગ કરી તમે પુરાવા બતાવી શકો છો. જેને પોલીસે કે જ્યાં જરૂર પડે ત્યાં અધિકારીઓએ માન્ય રાખવા જરૂરી છે.

ડિજિટલ લૉકરમાં સેવ કરો ડોક્યુમેન્ટ્સ

ડિજિટલ લૉકરમાં ખોલાવો એકાઉન્ટ
ડિજિટલ લૉકર પર એકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તમારે digilocker.gov.in અથવા digitallocker.gov.in પર જવું પડશે. ત્યારબાદ જમણી બાજુએ દર્શાવતા સાઇન અપ પર ક્લિક કરો. ત્યારબાદ, એક નવું પેજ ખુલશે. આ નવા પેજ પર તમારો મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે. આમ કરવાથી ડિજિલૉકર દ્વારા તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે OTP નાંખો. ત્યારબાદ યુઝર નામ અને પાસવર્ડ સેટ કરો. બસ, આટલું કર્યા પછી તમે ડિજિટલ લૉકરનો સરળતાથી ઉપયોગ કરી શકો છો.

ડિજિટલ લૉકરમાં સેવ કરો ડોક્યુમેન્ટ્સ
ડિજિલૉકરમાં લાયસન્સ સહિતના તમારા મહત્વના દસ્તાવેજોને સેવ કરવા માટેની પ્રક્રિયા પણ આટલી જ સરળ છે. આ માટે તમારે દસ્તાવેજોને સ્કેન કરવા પડશે. તેના માટે તમે તમારા દસ્તાવેજોનો ફોટો ક્લિક કરી શકો છો અને પછી તેને ડિજિલૉકરમાં સેવ કરી શકો છો. ડિજિલૉકરમાં તમે તમારી ધોરણ-10, ધોરણ-12, ગ્રેજ્યુએશનની માર્કશીટ ઉપરાંત ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો સેવ કરી શકો છે. જો કે, ડિજિટલ લૉકરમાં દસ્તાવેજ અપલોડ કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, તમે જે દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવા માગો છે, તે માત્ર 50 MB સાઈઝ ધરાવતો હોવો જોઈએ. તો જ તમે તેને ડિજિટલ લૉકરમાં અપલોડ કરી શકશો.

Back to top button