અમદાવાદ : આવતીકાલે રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય
અમદાવાદના રિવરફ્રન્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતી કાલે રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આવતા કાલે આદિવાસીઓ દ્વારા પોતાના અધિકાર અને હક્ક માટે સિંહ ગર્જના રેલી અને રિવરફ્રન્ટ પર સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે. જેના કારણે રિવરફ્રન્ટ બંધ રહેશે.
આવતી કાલે રિવરફ્રન્ટ રહેશે બંધ
આ અંગે માહિતી આપતા ટ્રાફિક વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, અમદાવાદમાં આવતી કાલે આદિવાસીઓની રેલી યોજવાની છે.જેને લઈને રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. રેલી દરમિયાન રીવરફ્રન્ટના કેટલાક રુટ પ્રતિબંધ કરવામાં આવ્યા છે.જેમાં રિવરફ્રન્ટ પૂર્વમાં દધિચી બ્રિજથી સરદાર બ્રિજ સુધીનો માર્ગ 12 વાગ્યાથી કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી બંધ રખાશે. રોડ બંધ રહે ત્યા સુધી દધિચી બ્રિજનો દિલ્હી દરવાજા સુધીનો માર્ગ મીરઝાપુરથી લઇ લાલદરવાજા સુધીનો માર્ગ વૈકલ્પિક રીતે વાહનચાલકો ઉપયોગ કરી શકે છે. તેમજ રીવર ફ્રન્ટ પશ્ચિમમાં વાડજ સ્માશાનથી હરીહરાનંદ આશ્રમ સુધીનો 12 વાગ્યા સુધી રિવરફ્રન્ટ બંધ રહેશે જેથી વાડજ શ્મસાનથી આશ્રમ રોડ પાલડી સુધીનો વૈકલ્પિક ઉપયોગ થશે.
આવતીકાલે RFના આ રસ્તા રહેશે બંધ
એજ રીતે રીવર ફ્રન્ટ પશ્ચિમમાં વાડજ સ્માશાનથી હરીહરાનંદ આશ્રમ સુધીનો 12 વાગ્યા સુધી રિવરફ્રન્ટ બંધ રહેશે. વાડજ શ્મસાનથી આશ્રમ રોડ પાલડી સુધીનો વૈકલ્પિક ઉપયોગ થશે. તેમજ સરદાર બ્રિજથી આવતી બીજી રેલી પાલડી થઈ આશ્રમ રોડ પર પરંપરાગત માર્ગે આવશે ત્યાં પણ આશ્રમ રોડ પાલડી જતો રિવરફ્રન્ટ બાજુનો માર્ગ બે લેન વ્હીકલ માટે ખુલ્લો રાખવામા આવશે.
ટ્રાફિક વ્યવસ્થા જઈવાઈ રહે તે માટે નિર્ણય
અમદાવાદમા આવતી કાલે આદિવાસીઓની રેલી યોજવાની છે. જેમાં 40થી 50 હજારની સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહી શકે છે. ત્યારે આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.
આ પણ વાંચો : કેરી ખરીદવા મામલે બબાલ, વેપારીઓએ ફોડી નાખી ગ્રાહકની આંખ, જાણો શું છે મામલો