- ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડનો સમાવેશ
- મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે
- સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉ યોજાશે. જેમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયે રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો યોજાશે. તથા વાઇબ્રન્ટ સમિટને ધ્યાને રાખી નવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ફ્લાવર શૉમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડનો સમાવેશ કરાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં બહારના પિત્ઝા ખાતા હોય તો સાવધાન, જાણીતી બ્રાન્ડમાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો
ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે
મુલાકાતીઓની નાસ્તાની સુવિધા માટે ફુડ કોર્ટ મુકવામાં આવશે. AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ AMCના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને આગામી ફ્લાવર- શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે. ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડનો સમાવેશ કરાશે, લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે. ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. સૂચિત ફ્લાવર શોની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાત: ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે હવે ખેડૂતોએ મોરચો માંડયો
સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી
આ વખતે ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના છોડ હશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફુડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મુકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફોરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફુડ કોર્ટમાં જોવા મળશે. ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી અને વીક એન્ડના દિવસો- શનિ અને રવિવાર માટે વ્યક્તિદીઠ રૂ.75ની ફી નક્કી કરવામાં આવી છે. જોકે, 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે.