ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ રિવરફ્રન્ટ: સાઇક્લિંગના રેટમાં 300 ટકાનો વધારો, જાણો કેટલુ વધ્યું ભાડુ

Text To Speech

અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇક્લિંગ કરવું મોંઘુ થયું છે. જેમાં સાઇક્લિંગના રેટમાં 300 ટકાના વધારો કરવામાં આવ્યો છે. તેમજ એક કલાકનો ચાર્જ રૂ.2થી વધારી રૂ.8 કરાયો છે. જેમાં કોઇ કારણ વિના ચાર્જમાં અચાનક વધારો થતા લોકોમાં આક્રોશ છે. શિયાળામાં લોકો કરસતની સાથે સાઇક્લિંગ પણ કરતા હોય છે. તેવામાં આ ભાવ વધારો આંખે ઉડીને વાગ્યો છે. કારમી મોંઘવારીમાં આ એક વધારો થતાં લોકો પ્રાઇવેટ કંપની સામે વિરોધ કરશે તે હવે નક્કી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રિડેવલપમેન્ટના બહાના હેઠળ રહેણાંકમાં કોમર્શિયલ બાંધકામ થતાં વિવાદ શરૂ

અગાઉ 1 કલાકના 2 રૂપિયા ચાર્જ હતો

ઉલ્લેખનીય છે કે સાઈકલિંગના દરમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. જેમાં 15 મિનિટનો ચાર્જ રૂ.2 લેખે વસુલવામાં આવશે. તેમાં એક કલાકના રૂ.8 લેખે ચાર્જ ચૂકવવો પડશે. ભાવમાં અચાનક વધારો કરતા લોકોમા રોષ ફેલાયો છે. અગાઉ 1 કલાકના 2 રૂપિયા ચાર્જ હતો પણ હવે 15 મિનિટના બે રૂપિયા વસૂલવામાં આવશે. તેથી સાઇકલિંગ કરવાના રેટમાં 300 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: GST પોર્ટલ પર નવી સુવિધા શરૂ, વેપારીઓને થઇ મોટી રાહત

ચાર્જમાં વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો

અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇક્લિંગ કરવું મોંઘું થયું છે. જેમાં સાઇક્લિંગના રેટમાં 300 ટકાના વધારો કરવામાં આવ્યો છે. તેમાં એક કલાકનો ચાર્જ રૂ.2થી વધારી રૂ.8 કરાયો છે. કોઇ કારણ વિના ચાર્જમાં અચાનક વધારો કરાયો છે. તેથી ચાર્જમાં વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ-કચ્છમાં ITના એક સાથે દરોડા, 100 જેટલા અધિકારીઓ સર્ચમાં જોડાયા

નદીમાં કાર્યરત દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ

શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝ લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આગામી એપ્રિલ મહિનામાં રિવરફ્રન્ટ પર થાય તેવી શક્યતાઓ સામે આવી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે. જોકે, છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ચોથી વખત કરવામાં આવી છે. સૌથી પહેલાં 2012માં, એ પછી 2019માં અને 2021 અને 2022માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. હવે ફરીવાર આગામી એપ્રિલ મહિનામાં રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નદીમાં કાર્યરત દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.

Back to top button