ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી ચાલી રહી છે ત્યારે એક નવો ફોટો સૌથી વધુ ચર્ચામાં આવી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમણે અમદાવાદના એક રીક્ષા ચાલકના ઘરની મુલાકાત લીધી હતી પણ હવે તે રીક્ષાચલક ભાજપનો ખેસ પહેરીને વડાપ્રધાન મોદીની સભામાં પહોંચ્યા છે.
અમદાવાદ : સીએમ કેજરીવાલને ભોજનનું આમંત્રણ આપનાર રીક્ષા ચાલક ભાજપનો સમર્થક
વડાપ્રધાન મોદીની સભામાં પહોંચ્યો વિક્રમ દંતાણી#pmnarendramodi #ahmedabad #ArvindKejriwal #VikramDantani #AAP #AAPGujarat #BJP #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/crtDAGgk3O
— Hum Dekhenge News (@humdekhengenews) September 30, 2022
આ પણ વાંચો : નવરાત્રિ પર PMની અમદાવાદને ‘મેટ્રો’ ભેટ, માણી મુસાફરીની મજા
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે થલતેજમાં તેમણે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેમણે એક જનસભાને પણ સંબોધી હતી. ત્યારે વડાપ્રધાનની આ જનસભામાં રીક્ષાચાલક વિક્રમ દંતાણી પણ ભાજપનો ખેસ પહેરીને કાર્યકર્તાઓ સાથે બસમાં જતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.
આ ફોટો ઉપરાંત વધુ એવી પણ માહિતી સામે આવી રહી છે કે, વિક્રમ દંતાણી રીક્ષા યુનિયનના સાથી મિત્રો સાથે પીએમ મોદીની સભામાં પહોંચ્યા છે. આ દરમિયાન તેણે એવું પણ કહ્યું કે, તે વડાપ્રધાન મોદીનો આશિક છું અને મને તેમને માટે સભામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં નવો જ ટ્રેન્ડ સામે આવી રહ્યો છે.
મુખ્યમંત્રીને ન શોભે તેવું કૃત્ય
અમદાવાદ: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં સુરક્ષિત ફરી શક્યા તો તેનો શ્રેય રાજ્યની પોલીસને ફાળે જાય છે
તેમને બિરદાવવાને બદલે અમદાવાદ sp ભગીરથસિંહ જાડેજાનું જાહેરમાં અપમાન કર્યુ@GujaratPolice @AAPGujarat @AhmedabadPolice @Gopal_Italia pic.twitter.com/CUoSGQUVTy— Hum Dekhenge News (@humdekhengenews) September 12, 2022
નોંધનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં આવેલા વિક્રમ દંતાણી નામના રીક્ષા ચાલકે કેજરીવાલને તેના ઘરે જમવા જવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ કેજરીવાલ તેની જ રીક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : થોડા દિવસો પહેલા જેઓની હાલત સુધારવાની વાતો કરતા હતા તે જ પોલીસ સાથે કેજરીવાલે કર્યું ગેરવર્તન