

અમદાવાદ: 18 માર્ચ: 2025; અમદાવાદીઓ માટે એક ખુશખબર સામે આવી છે. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલોમાં હાલમાં ધોરણ 8 સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે. study facilities up to Std. 10 in corporation schools in ahmedabad જ્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. કોર્પોરેશન દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઇ રહી છે.
સ્કૂલ બોર્ડ દ્વારા ખૂબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે. વિદ્યાર્થીઓનો આ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સ્કૂલ બોર્ડ ધોરણ 9 થી 10 શરૂ કરી રહી છે. આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે. અત્યારે 7 સ્કૂલોની મંજૂરી માંગવામાં આવી હતી, જેની મંજૂરી મળી ચૂકી છે.
આ સાત ઝોનમાં હાલમાં આ શાળા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડની સૂચના અને વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને તેનુ વિસ્તરણ કરવામાં આવશે. આગામી સમયમાં સ્કૂલોની વ્યવસ્થા મુજબ વધુ સ્કૂલોમાં પણ માધ્યમિકનો અભ્યાસ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવીધાઓ વિનામુલ્યે મળી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની 400 શાળામાં ધો 1થી 8માં અંદાજીત 1.70 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ ધો. 8 બાદ બાળકોને ખાનગી શાળાઓમાં મોટી ફી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નજીવી ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો. પરંતુ હવે આગામી શૈક્ષણીક વર્ષથી સ્કુલ બોર્ડ માઘ્યમિક શાળા શરૂ કરવા જઇ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને ફી ભરીને શાળાઓમા અભ્યાસ કરવો નહી પડે.
આ પણ વાંચો..સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો: જાણો આજનો લેટસ્ટ ભાવ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD