ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદવાસીઓ આનંદો : ફ્લાવર-શૉનો સમય લંબાવાની કરાઈ જાહેરાત, જાણો ક્યાં સુધી લઈ શકશો મુલાકાત

Text To Speech

અમદાવાદીઓ માટે હાલ ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. AMC દ્વારા ફ્લાવર-શૉને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદા રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ફ્લાવર-શૉના સમયને વધુ લંબાવામાં આવ્યો છે. કોરોના કાળના બે વર્ષ પછી આ ફ્લાવર-શૉ યોજાતા મોટા પ્રમાણમાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે લોકમાંગણીને ધ્યાને રાખીને આ ફ્લાવર-શૉના સમયને લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફ્લાવર-શૉનો સમય લંબાવામાં આવ્યો

મહત્વનું છે કે અમદાવાદ ખાતે યોજાઈ રહેલા આ ફ્લાવર-શૉની મુલાકાત માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે ફ્લાવર-શૉમાં લોકોની વધતી સંખ્યાને જોઈને આ ફ્લાવર-શૉનો સમય લંબાવામાં આવ્યો છે. જેથી 12 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરી સુધીફ્લાવર-શૉ ચાલુ રહેશે. જેથી મુલાકાતીઓ 3 દિવસ વધુ આફ્લાવર-શૉ ની મજા માણી શકશે.

_ફ્લાવર-શૉ-humdekhengenews

ફ્લાવર-શૉમાં મુલાકાતીઓ વધવાની શક્યતા

અમદાવાદ ખાતે યોજાઈ રહેલા આ ફ્લાવર-શૉમાં અત્યાર સુધી 4 લાખ લોકોએ મુલાકાત લીધી છે. અને હજુ પણ 10 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર-શૉની મુલાકાતે આવી શકે તેવી શક્યતા છે. આ ફ્લાવર શોમાં વધી રહેલી મુલાકાતીઓની સંખ્યાને ધ્યાને રાખીને AMCએ ફ્લાવર-શૉને 3 દિવસ વધુ લંબાવાનો નિર્ણય કર્યો છે.

વિવિધ આકર્ષણોને કારણે મુલાકાતીઓમાં ઘસારો

AMC દ્વારા દર વખતે  વિવિધ થીમ પર ફ્લાવર-શૉનું આયોજન કરવામાં આવતુ હોય છે . જે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનતુ હોય છે. ત્યારે આ વખતે ફ્લાવર-શૉમાં 15થી વધુ થીમ રાખવામાં આવી છે. જેમાં ઓલમ્પિક, ધન્વંતરિ, યોગા, એનીમલ થીમ, આઝાદીના અમૃત મહોત્સવ, અર્બન 20 અને G20 સહિતની થીમનો સમાવેશ કરવામા આવ્યો છે.

આ પણ વાંચો : ધો-9 અને 12ની પ્રિલિમનરી પરીક્ષા મોડી લેવા કરાયો આદેશ, જાણો કઈ તારીખે લેવાશે પરીક્ષા

Back to top button