અમદાવાદ રહેતા જુનાગઢના યુવકનું લગ્નના દિવસે જ હાર્ટ એટેકથી મૃત્યુ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![છાતીમાં દુઃખાવો, પગમાં સોજા... આ દિલની બીમારીના લક્ષણ તો નથી ને? આ સંકેતથી થાવ સાવધાન hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/01/heart-attack.jpg)
- લગ્નની ઉજવણી શોકમાં પરિણમી હતી
- હૃદય રોગથી યુવક અરિહંત શરણ થયા હતા
- વરરાજાનાં નિધનથી પરિવાર શોક મગ્ન થયો હતો
મૂળ જુનાગઢ અને છેલ્લા આઠ મહિનાથી અમદાવાદમાં રહેતા સ્થાનકવાસી જૈન સંઘ (સુરતી) પરિવારના યુવા પુત્રનું લગ્નના દિવસે જ વહેલી સવારે હૃદય રોગથી મોત થતાં લગ્નની ઉજવણી શોકમાં પરિણમી હતી.
હૃદય રોગથી યુવક અરિહંત શરણ થયા હતા
જૂનાગઢ જલારામ સોસાયટીમાં રહેતા સીંગદાણાના વેપારી અજય રતિલાલભાઈ સુરતી તેના પત્ની અને પુત્ર સાથે આઠ મહિના પહેલા અમદાવાદ સ્થાયી થયા હતા. પુત્રના લગ્ન હતા. જેમાં હલ્દીની વિધિ અને પરિવારજનો અને સગા સંબંધી ઉત્સાહભેર દાંડિયા રાસ રમ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે સૂતા બાદ વહેલી સવારે 5,45 વાગ્યે યુવાનને છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ હૃદય રોગથી યુવક અરિહંત શરણ થયા હતા.
વરરાજાનાં નિધનથી પરિવાર શોક મગ્ન થયો હતો
લગ્નના દિવસે જ યુવાન પુત્રના મોતથી પરિવાર ભાંગી પડયો હતો. એક તરફ લગ્નના ઢોલ વાગી રહ્યા હતા. સમગ્ર પરિવાર અને મહેમાનો ઉત્સાહભેર લગ્નમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ વરરાજાનાં નિધનથી પરિવાર શોક મગ્ન થયો હતો.
યુવક અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા
યુવક અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જુનાગઢથી પણ જૈન સંઘના આગેવાનો લગ્નમાં જોડાવાના હતા પરંતુ લગ્નના દિવસે જ વહેલી સવારે યુવકનું મત્યુ થતા બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પકડાયો