ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદમાં રવિવારે કુલ 4.75 ઇંચ વરસાદ પડ્યો, સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં; કાંકરીયા ઝુની દિવાલનો ભાગ ધરાશાયી

Text To Speech

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના બીજા રાઉન્ડમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડયો હતો. 8 વાગ્યે બંધ થયેલો વરસાદ મોડી રાતે 10 વાગ્યે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો. શનિવાર સાંજથી મોડી રાતે 2 વાગ્યા સુધી શહેરમાં સરેરાશ કુલ પોણા પાંચ ઇંચ (4.75 ઇંચ) વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં પડ્યો હતો. મોડી રાતે પડેલા ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ થયો હતો. નારોલ- નરોડા હાઇવે પર CTM ચાર રસ્તા પાસે રાતે 10 વાગ્યે પણ વાહનોની લાઈન લાગી હતી. ઘોડાસરથી નારોલ સુધી વાહનો અટવાયા હતા. મોડી રાતે પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

tree
અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના બની હતી

અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની
શનિવારે સાંજથી શરૂ થયેલો વરસાદ બંધ થયા બાદ મોડી રાત્રે ફરી શરૂ થયો હતો. મોડી રાત્રે 10 વાગ્યા બાદ શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો. વરસાદ બાદ શહેરના શીલજ વિસ્તારમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસે તેમજ વસ્ત્રાપુર વિસ્તારમાં લાડ સોસાયટી પાસે ઝાડ પડવાની ઘટના બની છે. લાડ સોસાયટી પાસે પડેલા ઝાડને કારણે એક ગાડીને નુકસાન પણ થયું છે. ખોખરા બ્રિજથી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જવાના રોડ ઉપર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની દિવાલનો ભાગ ધરાસાઈ થયો છે.

traffic jam at ahmdabad
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રાફિક જામ થયો હતો

રાત્રે 8 વાગ્યા બાદ વરસાદ બંધ થઇ જતા અમદાવાદીઓ શનિવારની રાતની મજા માણવા નીકળ્યા હતા પરંતુ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિકમાં વાહનચાલકો અટવાયા હતા. મોડી રાતે પડેલા ભારે વરસાદના કારણે હાટકેશ્વર, ખોખરા, ગોમતીપુરમાં હજી પાણી ભરાયેલા છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ગોમતીપુર ફાયરસ્ટેશન પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયેલા છે.

ક્યાં કેટલો વરસાદ?

રખિયાલ – 5.62

મણિનગર – 5.40

વિરાટનગર – 4.94

રામોલ – 4.94

ઓઢવ – 4.72

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે કેવી રહેશે વરસાદની સ્થિતિ ?

વરસાદ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં માંદગીનું પ્રમાણ વધ્યું, ડોર ટુ ડોર સરવે થયો શરૂ

Back to top button