અમદાવાદ રથયાત્રા 2023 : 72 વર્ષ બાદ નવા રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ, જાણો કેવી છે તૈયારી
અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળતી હોય છે. અમદાવાદમાં આ રથયાત્રાને લઈને ભવ્ય આયોજન કરવામા આવતુ હોય છે. અમદાવાદની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે રથ બનાવામા્ આવતા હોય છે. ત્યારે 72 વર્ષ બાદ અમદાવાદના રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને રથનું નિર્માણમાં પરંપરા જળવાઈ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેથી જૂના રથની ડિઝાઇનમાં નજીવા ફેરફાર સાથે નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અને રથની મજબૂતાઈને ધ્યાને લઈને મંદિર તંત્રએ ડિઝાઇનમાં વધારે ફેરફાર કર્યા નથી.
આ રથમાં શુ હશે ખાસ
જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે. આ નવા ત્રણેય રથ બનાવવા માટે 400 ઘનફૂટ સાગ અને 150 ઘનફૂટ સિસમના લાકડાનો ઉપયોગ કરાયો છે. નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે. આ રથના પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જે સખત અને ટકાઉ હોય છે. અને આ નવા રથમાં ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તે પ્રમાણે તેની રચના કરવામાં આવશે. તેમજ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઇ શકે તે રીતે તેને બનાવવામાં આવશે. અને દુરથી પણ ભક્તો સરળતાથી જગન્નાથ પુરીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ રથની થીમ કેવી હશે ?
ભગવાન જગન્નાથની રથ યાત્રા માટે બનાવવામાં આવનાર ત્રણેય રથમાંથી પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનાવવામા્ં આવશે. જ્યારે બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે અને ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. આ નવા રથની ડિઝાઇન અને સાઇઝ મંદિરની પરંપરા પ્રમાણે રાખવામાં આવશે.
રથ બનતા કેટલો સમય લાગશે ?
આ નવા રથના નિર્માણ માટે છેલ્લા એક મહિનાથી કુલ 10 જેટલા કારીગરો દ્વારા રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને આગામી 4 મહિનામાં આ રથ બનીને તૈયાર થઇ જાય તે પ્રકારનું આયોજન મંદિર વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં 146મી રથયાત્રા નીકળશે
અમદાવાદ શહેરમાં મહંત નરસિંહદાસજી મહારાજે રથયાત્રાની શરૂઆત 1878માં કરાવી હતી. જે બાદ અમદાવાદમાં દર વર્ષે ભગવાન સે જગન્નાથની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપતા હોય છે. આ વર્ષે એટલે કે 2023 માં ભગવાન જગન્નાથની આ 146મી રથયાત્રા નીકળશે. જેના માટે અત્યારથી તૈયારીઓનો ધમધમાટ શરુ કરવામા્ં આવ્યો છે.
આ પણ વાંચો : સાવધાન ! જીરાના હબ ગણાતા ઊંઝામાં નકલી જીરુ બનાવતી આખેઆખી ફેક્ટરી ઝડપાઈ