અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ રાજકોટ હાઇવે બંધ, લીંબડી પાસે પુલ ઉપર ખાડો પડતા 25 કીલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો

Text To Speech

અમદાવાદ રાજકોટ હાઇવે બંધ રાખવામાં આવ્યો છે. જાણકારી મુજબ લીંબડી પાસે પુલ ઉપર ખાડો પડતા 25 km જામ સર્જાયો છે. અને રાત્રી સુધી ટ્રાફિક ક્લિયર થવાની કોઈ શક્યતા દેખાતી નથી.

અમદાવાદ રાજકોટ હાઇવે બંધ

મળતી માહિતી મુજબ અમદાવાદ રાજકોટ હાઇવે બંધ રાખવામા આવ્યો છે. લીંબડી હાઇવે પર સર્કલ પાસે સીકસલેન રોડની ધીમી અને નબળી કામગીરીને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. હાઇવે પર રોડની બન્ને સાઇડ અંદાજે 25 કીલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે પર સીકસલેનની કામગીરી

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ – રાજકોટ નેશનલ હાઇવે પર સીકસલેનની કામગીરી ચાલી રહી છે ત્યારે વરસાદને કારણે રસ્તામાં મોટા ગાબડા પડતા પાણી ભરાયા છે. હાઈવે પર અનેક નાના મોટા વાહનો લાંબી કતારોમાં ફસાતા તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

મીઠાખળી અંડરપાસ વરસાદી પાણીને કારણે કરાયો હતો બંધ

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. જેથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.  ત્યારે શહેરનો મીઠાખળી અંડરપાસ વરસાદી પાણીને લઈ બંધ કરી દેવાની ફરજ પડી હતી. મીઠાખળી અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ જવા પામતા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. અંડર પાસ અમદાવાદમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાને લઈ બંધ થઈ જતા હોય છે.

 આ  પણ વાંચો : સંસ્કારી નગરીની MS યુનિવર્સિટી બની અખાડાનું મેદાન, બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી

Back to top button