- 10 હજારનો દંડ એર લાઈન્સ કંપનીને ફટકારવામાં આવ્યો
- ફ્લાઈટની ટિકિટનું રિફંડ પણ અપાયું ન હતું
- ઓક્સિજનના અભાવે બિલાડી વિમાનમાં પ્રવાસ ન કરી શકી
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના પ્રોફેસરે પાળતુ બિલાડીના કેરેજ ચાર્જ સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટની ટિકિટ લીધી હતી. દિલ્હીથી અમદાવાદની મુસાફરી વખતે કેપ્ટનની પહેલેથી પરમિશન લીધી હતી. તેમ છતાં વિમાનમાં બિલાડી માટે ઓક્સિજન અનુકૂળ માત્રામાં નથી. તેમ કહીને વિમાનમાં બિલાડીને લઈ જવા દેવામાં આવી નહોતી.
આ પણ વાંચો: અમદાવાદ: પ્રોફેસરની પાળતુ બિલાડીને ફ્લાઈટમાં જતાં રોકી અને એર ઈન્ડિયાને દંડ થયો
ફ્લાઈટની ટિકિટનું રિફંડ પણ અપાયું ન હતું
અનેક રજૂઆત છતાં એર ઈન્ડિયા તરફથી કોઈ મદદ મળી નહોતી. છેવટે ડોક્ટરને બાય રોડ મુસાફરી કરવી પડી હતી. ફ્લાઈટની ટિકિટનું રિફંડ પણ અપાયું ન હતું. આ કેસમાં ગ્રાહક કોર્ટે એર ઈન્ડિયાને દંડ ફટકાર્યો છે. 30 હજારની રકમ 8 ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચુકવવા ઉપરાંત માનસિક ત્રાસ વેઠવો પડયો તે બદલ 10 હજારનો દંડ એર લાઈન્સ કંપનીને ફટકારવામાં આવ્યો છે.
અંતે દિલ્હીથી અમદાવાદ બાય રોડ આવવું પડયું હતું
બી.જે. મેડિકલ કોલેજના ડો. અપૂર્વ શાહે ગત સપ્ટેમ્બર 2022માં એર ઈન્ડિયાની દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી. તેમની સાથે દીકરી અને પાળતુ બિલાડી હતી. પાળતુ બિલાડી સાથે હોવા સંદર્ભે એર ઈન્ડિયાએ એડવાન્સ પ્રોસેસ હાથ ધરી નહોતી. ચેક ઈન પ્રોસેસ પૂરી થયા બાદ વિમાન ઉડાન ભરે તેના થોડા સમય પહેલાં એવું કહેવાયું હતું કે, બિલાડીનું વજન પાંચ કિલોથી વધુ છે એટલે તેનું પાંજરુ ખરીદવું પડશે, એ પછી તાત્કાલિક દિલ્હી એરપોર્ટ ખાતેથી 4500 રૂપિયા ખર્ચીને પાંજરું લીધું હતું. એ પછી એર ઈન્ડિયા ઓથોરિટીએ કાર્ગોમાં ઓક્સિજન નહિ હોવાથી બિલાડીને પાંજરા સાથે લઈ જઈ નહિ શકાય તેવું કારણ દર્શાવ્યું હતું. ડોક્ટરે રજૂઆત કરી હતી કે, અન્ય ફ્લાઈટની ટિકિટ બુક કરાવવી છે એટલે ટિકિટના નાણાં રિફંડ કરો, જોકે નાણાં પરત આપવામાં આવ્યા નહોતા. અંતે દિલ્હીથી અમદાવાદ બાય રોડ આવવું પડયું હતું.