અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 147મી રથયાત્રા માટે પ્રસાદ મોકલ્યો
- છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન પ્રસાદ મોકલે છે
- આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા
- રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 147મી રથયાત્રા માટે પ્રસાદ મોકલ્યો છે. જેમાં વડાપ્રધાને દાડમ,જાંબુ, મગ, ચોકલેટ, કેરી, મીઠાઈનો પ્રસાદ મોકલ્યો છે. દર વર્ષે વડાપ્રધાન રથયાત્રાને લઈ પ્રસાદ મોકલે છે. આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી
છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન પ્રસાદ મોકલે છે
શ્રદ્ધાળુઓમાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન પ્રસાદ મોકલે છે. સમગ્ર અમદાવાદ જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યા છે. મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે.
ગજરાજની વિશેષ પૂજા કરી કરાયો શણગાર
હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે, ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4 લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.