ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: શાકભાજીમાં ભાવવધારો, ડુંગળી અને બટાકા કિલોના ભાવ ત્રણ ગણા થયા

Text To Speech
  • છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
  • આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે
  • ગરમીને લીધે 20 ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો

અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવવધારો થયો છે. જેમાં ડુંગળી અને બટાકાના ભાવમાં ધરખમ વધારો થયો છે. તાપની અસર લીલા શાકભાજી પર પડી છે. તેમાં લોકલ આવક બંધ થતાં શાકભાજીની અછત સર્જાઇ છે. કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂ.44 કિલો મળી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થશે આ વિસ્તારોમાં મેઘમહેર 

છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

ઉનાળામાં ખુબ આકરો તાપ પડી રહ્યો છે, લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે તાપની અસર લીલોતરી શાકભાજી પર પડી છે. છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.બીજી બાજુ લોકલ આવક બંધ થતા લીલા શાકભાજીની અછત ઉભી થઈ છે. મોંઘવારીકાળમાં કઠોળ બાદ લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. લીલા શાકભાજીની સાથે બટાકા અને ડુંગળીના ભાવોમાં કિલોએ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે

સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂ.44 કિલો મળી રહ્યા છે. જયારે લીલા શાકભાજી રૂ.100 થી 160 કિલો મળી રહ્યા છે. આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. વેપારીના જણાવ્યા મુજબ ટામેટા મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી આવતા હોય છે.જેમાં ઉનાળાની ગરમીને લીધે 20 ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો જયારે કોથમીર એમપીથી આવે છે જેની આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે.

Back to top button