- સાણંદની કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા
- રમણ પટેલની ધરપકડ થતા ભૂમાફિયાઓમાં ફફડાટ
- તા.19-12-2023નાં રોજ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી
અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ફરી ધરપકડ થઇ છે. જેમાં સાણંદ તાલુકાનાં ચેખલામાં ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડી હતી. જામીન મેળવી માંડ બહાર આવ્યા ત્યાં જ સાણંદ પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પવન સાથે ઠંડીનો ચમકારો, જાણો ક્યા કેટલુ તાપમાન રહ્યું
રમણ પટેલની ધરપકડ થતા ભૂમાફિયાઓમાં ફફડાટ
બિલ્ડર રમણ પટેલની ધરપકડ થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે આરોપી રમણ પટેલ અને તેમના મળતીયો દ્વારા બનાવટી દસ્તાવેજો માટે કોણી કોણી મદદ મેળવી અને બનાવ્યા હતા તે મુદ્દે તપાસ ચાલુ કરી છે.
આ પણ વાંચો: દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ
સાણંદની કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા
બનાવટી દસ્તાવેજો માટે કોને મદદ મેળવી તે મુદ્દે તપાસ ચાલુ છે. સાણંદ તાલુકાનાં ચેખલા ગામના ખેડૂતે પોતાની વડીલોપાર્જિત જમીન કે જે પ્રતિબંધિત સત્તાપ્રકારની હોવા છતાં પોપ્યુલર ગ્રુપનાં રમણ પટેલ તેમજ કંપનીનાં જે-તે સમયનાં ભગીદારો તમેજ હોદ્દેદારો એ મળીને જમીન પચાવી પાડવાનાં હેતુથી જમીનનાં ખોટા દસ્તાવેજો ઊભા કરી અલગ-અગલ 52 કંપનીનાં નામે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ સાણંદ પોલીસમાં દાખલ કરી હતી. આરોપી રમણ પટેલને સાણંદની કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક નિર્ણયથી સરકારને થયો રૂ.125 કરોડનો ફાયદો
તા.19-12-2023નાં રોજ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી
સાણંદ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ મુજબ ચેખલા ગામે રહેતા કનુભાઈ જીવાભાઈ પટેલ (ઉં.વર્ષ-58, ધંધો-ખોતી) એ ચેખલા ગામમાં પોતાનાં વડીલોપાર્જિત આવેલી જમીન સર્વે નં.738 જેનો જુનો સર્વે નં.327/22 વાળી જમીન પ્ર.સ.પ. ની હોવા છતાં 1996 થી પોપ્યુલર ગ્રુપનાં માલિક રમણ ભોળીદાસ પટેલે જુદી-જુદી 52 કંપનીઓનાં નામે તેનાં દસ્તાવેજો કરી લીધા છે. જે વેચાણ દસ્તાવેજોમાં મામલતદાર કચેરી સાણંદના હુકમ નં. ટી.એ.સી. /ધ-કે/430/61/94 તા.13-01-1994થી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા સંબંધે ખોટા હુકમનો ઉલ્લેખ કરેલ છે. આમ ખોટા હુકમને સાચા હુકમ તરીકે વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરી પોતાની વડીલો પાર્જીત જમીન કે જે પ્ર.સ.પ. ની હોવા છતાં પોપ્યુલર ગ્રુપનાં માલિક રમણ ભોળીદાસ પટેલ તથા જે તે સમયનાં તેમનાં ભાગીદારો તથા કંપનીનાં હોદ્દેદારો સહિતનાઓએ કાવતરું ઘડી પચાવી પાડી હતી. જેની ફરિયાદ તા.19-12-2023નાં રોજ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.