અમદાવાદઃ ગરીબોને GST વધુ અસર કરે છે; યોગ્ય કાળજી, પૂરતી તૈયારી કર્યા પછી તેનો અમલ કર્યો હોત તો; જાણો કોંગ્રેસનું GST આંકલન
10 જાન્યુઆરી અમદાવાદ: રાજીવ ગાંધી ભવન ખાતે તમિલનાડુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા મોહનકુમાર મંગલમ દ્વારા જીએસટી અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને GSTમાં સરકારની ખામીઓ અને અવરોધોને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. અને કહ્યું હતું કે જીએસટીએ વપરાશનો કર છે. અમીરો તેમની આવકનો મોટાભાગનો હિસ્સો બચાવે છે અને ગરીબો તેની આવકનો મોટાભાગનો હિસ્સો વપરાશ કરે છે. જેથી GST ગરીબોને વધુ અસર કરે છે.
ટોર્ચનાં 10%માંથી માત્ર 3% GST આવે છે
રાષ્ટ્રીય પ્રવક્તા મોહનકુમાર મંગલમે જણાવ્યું હતું કે 2021-22માં કુલ GSTનો હિસ્સો લગભગ 2/3 અથવા 64% વસ્તી નીચેની 50% વસ્તીમાંથી આવ્યો હતો. ટોચના 10%માંથી માત્ર 3% GST આવે છે. તે ગરીબો પરનો ટેક્સ છે જે સતત વધી રહ્યો છે. જીવન અને આરોગ્ય વીમો જેવી આવશ્યક સેવાઓ પર GST દર બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ 18% છે. મોદી સરકાર દર વર્ષે રેકોર્ડ બ્રેક કલેક્શનનો દાવો કરીને લોકો પાસેથી કેટલી રકમ લીધી તેની ઉજવણી કરે છે. પરંતુ જ્યારે શ્રીમંતોની વાત આવે છે, ત્યારે તેણે 2019માં રૂ. 2 લાખ કરોડના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો.
9 GST દરો કાર્યરત,જે એક પ્રકારનો ભાવ અને મૂંઝવણ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2013-14માં કોર્પોરેટ ટેક્સની આવકના 82% એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ કલેક્શન હતું. તેમજ કોર્પોરેટ ટેક્સના પ્રત્યેક 5 રુપિયા માટે સરકારે એક્સાઇઝ ટેક્સના 4 રુપિયા વસૂલ્યા હતા. 2023-24માં કોર્પોરેશન ટેક્સના GST વધીને 137% થયો. કોર્પોરેશન ટેક્સના પ્રત્યેક 5 રુપિયા માટે મોદી સરકાર હવે GSTના 7 રુપિયા વસૂલે છે. જો આપણે વિવિધ ઉત્પાદનો માટે 0%, 0.25%, 1.5%, 3%, 7.5% અને 28%નો સમાવેશ કરીએ તો હાલમાં કુલ નવ GST દરો છે. જો આપણે વાહનો, લક્ઝરી ચીજવસ્તુઓ, તમાકુ વગેરે પર સેસ રેટ ઉમેરીએ, તો સુબ્રમણ્યમે પોતે કહ્યું છે કે ત્યાં 50 અલગ અલગ સેસ દરો છે. આ એક પ્રકારનો ભાવ અને મૂંઝવણ છે જેણે ગ્રાહકોને શિયાળ કર્યા છે અને નાના ઉદ્યોગો માટે કાર્ય કરવાનું અશક્ય બનાવ્યું છે.
કાળજી રાખીને GSTનો અમલ કર્યો હોત તો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ PM ડો. મનમોહન સિંહે 2017માં કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીએ GSTને સમર્થન આપ્યું હતું, પરંતુ યોગ્ય કાળજી અને પૂરતી તૈયારી કર્યા પછી તેનો અમલ કર્યો હોત તો, 2024ની લોકસભા ચૂંટણી માટેના તેના ન્યાયપત્રમાં પણ કોંગ્રેસ પાર્ટીએ રિફ્રેશ અને સરળ GST 2.0 માટે હાકલ કરી હતી.
મોદી સરકાર કેન્દ્રીય બજેટમાં GST 2.0 લાવે
કોંગ્રેસ પાર્ટી એ માંગણી કરી હતી કે તાજેતરના મહિનાઓમાં મોદી સરકારે અમારા મેનિફેસ્ટોની ઘણી દરખાસ્તોની નકલ કરી છે. અને કંપનીઓ માટે રોજગાર-સંબંધિત પ્રોત્સાહનો અને બેરોજગાર યુવાનો માટે એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ લાવ્યા છે. હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર અમારા મેનિફેસ્ટોમાંથી બીજો વિચાર ચોરીને આગામી કેન્દ્રીય બજેટમાં GST 2.0 લાવે
અત્રે ઉલ્લેખનીય છે કે GST વિભાગ પર ભ્રષ્ટાચારના પણ વારંવાર આક્ષેપો થયા છે. અમુક દિવસો પહેલા રાજ્યનાં વેપારીઓ દ્વારા મહેસાણા ડેપ્યુટી કમિશનર ઉપર તથા તેમની નીચે રહેલા માણસો ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો હતો. અને અનેક વર્ષો સુધી અપીલો પેન્ડિંગ તથા કોઈપણ પ્રકારના કામ ન થતા હોવાના આરોપ મુકાયા હતા. સાથે સુરત એસોસિએશન દ્વારા પણ GSTમાં ભાવનાં દરો નકકી કરવામાં આવતી મૂંઝવણો તો ખરી પરંતુ રિફંડ હોય કે નવા રજીસ્ટ્રેશન, તેમજ કોઈપણ વેપારીઓનો ઈરાદો GST ચોરી કરવાનો ન પણ હોય, પરંતુ જો માલ પકડાય તો GST બિલ સાથેનો માલ પણ છોડાવવા માટે નિર્દોષ વેપારીઓને ઘણા વર્ષો સુધી કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને આર્થિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.