અમદાવાદ, 02 ઓગસ્ટ 2024, શહેરના બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઝોન 7 પોલીસ દ્વારા વ્યાજ ખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરવા માટે વ્યાજખોરો વિરુદ્ધ તથા સરકાર દ્વારા વગર કોઈ ગેરંટીએ 10,000 સુધીની લોન આપવાની જે યોજના છે જેના માર્ગદર્શન આપવાનું તથા લોન અપાવવાનું કામ ગુજરાત પોલીસ કરી રહી છે જેના માટે લોન માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે શહેરના મેયર પ્રતિભા જૈન, શહેર પોલીસ કમિશનર જીએસ મલીક, ઝોન 7 ડીસીપી શિવમ વર્મા જોડાયા હતા. સાથે ઝોન 7 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વ્યાજખોરો વિરુદ્ધ FIR નોંધવાનું કાર્ય ચાલુ
શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે કાર્યક્રમ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં જે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે ઝોન 7 માં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારની પણ સૂચના છે કે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે, જેના અનુસંધાને આ કાર્યક્રમમાં પણ 6 થી 7 ફરિયાદો અમારી સામે આવી છે. સીપીએ ઉમેર્યું હતું કે જે લોકો મહિનાના 10 ટકા 20 ટકા લેખે વ્યાજ લઈ રહ્યા છે, એમને વર્ષની અંદર 100 ટકા અથવા 200 ટકાથી ઉપર માત્ર વ્યાજની રકમ થઈ જાય છે. જેમના વિરુદ્ધ FIR નોંધવાનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે સરકારની જે લોન આપવાની સિસ્ટમ છે જે વગર ગેરેન્ટીની છે. કોઈપણ સામાન્ય નાગરિકને 10,000 સુધીની લોન લેવા માટે કોઈપણ ગેરંટી આપવાની જરૂર નથી, જે લોન નાગરિકોને તાત્કાલિક ધોરણે મળી જાય, જેની વિગત નું માર્ગદર્શન પણ અહીંયાથી કરવામાં આવ્યું છે.
ગરીબ લોકોને તાત્કાલિક લોન મળે તેવું આયોજન
અમદાવાદમાં કામ કરતા ગરીબ લોકો હોય જેમકે રિક્ષા ચલાવતા હોય શાકભાજી ફ્રુટની લારી ચલાવતા હોય, સામાન્ય નાની મોટી મજૂરીનું કામ કરતા હોય તેવા લોકોને આવી સામાન્ય લોનની જરૂર પડી જતી હોય છે. જો ના છૂટે આવા વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે સામાન્ય જેટલી રકમ લેતા હોય છે અને અંતે વ્યાજનાં ચક્રમાં ફસાઈ જાય છે. તેવા તમામ લોકોને મદદ માટે અમદાવાદ શહેર પોલીસે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેવું પોલીસ કમિશનર જીએસ મલીકે ઉમેર્યું હતું.
આ પણ વાંચોઃરાજ્ય સરકારનો નિર્ણયઃ હવેથી PSI અને PIની આ પ્રકારે બદલી કરી શકાશે નહીં