અમદાવાદ: શેલાની સ્કાય સીટી ટાઉનશીપમાં આતંક ફેલાવનારા ઘરઘાટીઓને પોલીસે ભણાવ્યો પાઠ;1 કલાકની અંદર 11ની ધરપકડ; EXCLUSIVE VIDEO

- શેલાની સ્કાય સીટી ટાઉનશીપમાં 20થી 25 જણાના ટોળાએ ધોકા, પાઇપ વડે ઇસમને લોહી લુહાણ કરનારાઓની એક કલાકમાં ધરપકડ કરી સુરક્ષાનો સંદેશ અપાયો
29 માર્ચ 2025 અમદાવાદ: શહેરના શેલાની સ્કાય સીટી ટાઉનશીપમાં ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ 20થી 25 જણાના ટોળાએ ધોકા, પાઇપ જેવા હથિયારો વડે એક ઇસમને લોહી લુહાણ કરી નાખ્યું હતું. આ ઘટનાનો અહેવાલ HD ન્યુઝના તમામ પ્લેટફોર્મ ઉપર તાત્કાલિક ધોરણે પ્રસિદ્ધ થતા ગણતરીની મિનિટોમાં અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ એક્ટિવ થયા હતા અને એલસીબીની ટીમ અને બોપલ પોલીસની ટીમ સાથે પીઆઈ બી ટી ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને માત્ર એક કલાકની અંદર તમામ 11 આરોપીઓની ધરપકડ કરી સમાજમાં અસામાજિકતા ફેલાવનારાઓને પોલીસ હવે ચલાવી લે એમ નથી એવો મેસેજ આપ્યો હતો.
સિક્યુરિટી મારી રહી હતી ગપ્પા અને માથું ફૂટી ગયું
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગુરુવારે રાતે 11 વાગે બનેલા આ બનાવમાં સ્કાય સિટી ટાઉનશીપની સિક્યુરિટી પર પણ અનેક સવાલો ઊભા થયા છે. કારણકે આ વિવાદ શરૂ થતાની સાથે ટાઉનશિપની સિક્યુરિટી ત્યાં બેસીને ગપ્પા મારી રહી હતી. સૌથી પહેલા સ્કાય સિટી ટાઉનશિપમાં બે જણા ભેગા થયા, અને થોડીક ક્ષણોમાં 20થી 25 લોકો ભેગા થઈ જતા સિક્યુરિટીની ફરજ મુજબ આ ઘટનાની નાતો પોલીસને જાણ કરી, ના તો સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને, જ્યારે સમગ્ર બનાવ હુમલામાં પરિણમ્યો અને એક ઇસમનું માથું ફૂટી ગયું, લોહી લુહાણ થઈ ગયું. પોલીસ ટીમ પહોંચી ત્યારે ચર્ચા શરૂ થઈ કે આ હુમલાને રોકી શકાયો હોત! જો સિક્યુરિટીએ બેસીને ત્યાં ગપ્પા ન માર્યા હોત તો! કારણકે નાતો પોલીસને ખબર કરવામાં આવી ના તો 108ને બોલાવવામાં આવી, અને સિક્યુરિટી વાળા પણ અંદરો અંદર પોત પોતાના વિસ્તારને લઈને ઝઘડો કરવા લાગ્યા. ત્યારે આ બનાવ બનતાની સાથે જ સ્થાનિકોમાં ભય ફેલાયું છે. તેથી જોવાનું રહ્યું કે સ્કાય સિટીમાં રહેલા તમામ સોસાયટીઓના ચેરમેનો, સેક્રેટરીઓ આગળ કોઈ પગલાં લેશે કે વધુ એક ઘટનાની રાહ જોવાશે.
ઘરઘાટીનું કામ કરનારા ઇસમોને પોલીસે ભણાવ્યો પાઠ
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શેલા બોપલ વિસ્તારમાં આવેલી સ્કાય સીટી ટાઉનશીપમાં ઘરઘાટીનું કામ કરનારા આશરે 20થી 25 ઇસમો એક વ્યક્તિ ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરી માથું ફોડી ફરાર થઈ ગયા હતા જેનો EXCLUSIVE VIDEO, HD ન્યુઝની ટીમ દ્વારા લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલો કરનાર તમામ 11 ઇસમોની બોપલ પોલીસની ટીમ અને એલસીબી દ્વારા એક કલાકમાં ઝડપી પાડી સ્થાનિકોને સુરક્ષિત છે તેઓ મેસેજ આપવામાં આવ્યો છે. આ તમામ ઈસમો માથાકૂટ થઈ તે સ્થળે આવેલી સ્કાય સીટી ટાઉનશિપમાં ઘરઘાટીનું કામકાજ કરે છે. ઈજાગ્રસ્ત થનાર ઇસમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હવે અસામાજિક તત્વોની ખેર નથી, સુધરી જજો: SP
એસપી દ્વારા અમદાવાદ જિલ્લાની જનતાને મેસેજ આપવામાં આવ્યો છે કે જે રીતે હાલ ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજ્યના DGP વિકાસ સહાય પણ આવી પ્રવૃત્તિઓ ઉપર સીધી નજર રાખી રહ્યા છે. જેથી હવે અમદાવાદમાં આવા સામાજિક તત્વોની ખેર નથી જો કોઈપણ વ્યક્તિ નિર્દોષ વ્યક્તિને પરેશાન કરશે, સમાજમાં ડર ઉભો કરશે તો તેને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવશે. જોકે આ ઘટના જોઈને સ્થાનિકો ડરી ગયા હતા પરંતુ પોલીસની કાર્યવાહી જોઈને તેમને ફરી ભરોસો બેસવા પામ્યો છે. અને સાથે તમામ લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ ઘટના જો તમારા વિસ્તારમાં બને તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે જેથી પોલીસ અને જનતા સાથે મળીને આ તમામ ગુનેગારોને ડામી શકે.