ગુજરાતટોપ ન્યૂઝ

જાહેરનામુંઃ અમદાવાદના પોલીસકર્મીઓએ પોલીસના સોશિયલ મીડિયા પર પોલીસનો કામગીરીનો પ્રચાર કરવાનો રહેશે

Text To Speech

અમદાવાદ: પોલીસની નકારાત્મક કામગીરી જલ્દીથી લોકો સુધી પહોંચી જાય છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતી હકારાત્મક કામગીરી અને પોલીસનો સંદેશો લોકો સુધી જલ્દી પહોંચતી નથી. આ માટે અમદાવાદ પોલીસ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. ત્યારે હવે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ વધુમાં વધુ પોલીસના સોશિયલ મીડિયા સાથે જોડાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર કરીને જાણ કરી છે.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પરિપત્ર કરીને જણાવ્યું છે કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા રોજબરોજ કરવામાં આવતી કામગીરી જેમ કે ટ્રાફિક અવેરનેસ, માર્ગ અકસ્માત અટકાવવા સંર્દભેની કામગીરી, ટ્રાફિક નિયમોનો આમ પ્રજા મારફતે અમલ કરવા જનજાગૃતિ, સુરક્ષા સેતુ અંતરગતની કાર્ય વગેરેનો પ્રચાર પ્રસાર થાય તે માટે અમદાવાદ પોલીસના સોશિયમ મીડિયાના પેજ પર પોલીસકર્મીઓ તથા અધિકારીઓએ વધુમાં વધુ ઉપયોગ કરવાનો રહેશે. પોલીસના સોશિયલ મીડિયાને તમામ અધિકારી અને કર્મચારી ફોલો કરે તે ઇચ્છનીય છે. તેમજ આ મેસેજ અન્ય ગ્રુપમાં પ્રસિદ્ધ કરવાનો રહેશે.

Back to top button