અમદાવાદ પોલીસ દ્વારા ફેરિયાઓને વ્યાજખોરોથી બચાવવા અનોખી પહેલ શરૂ કરી
અમદાવાદ પોલીસ દ્વારા ફેરિયાઓને વ્યાજખોરોથી બચાવવા અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત નાણાકીય સપોર્ટ કર્યો છે. તેમાં ફેરિયાઓને વ્યાજખોરોથી બચાવવા અમદાવાદ પોલીસ, બેન્કોનો સહયોગ મળ્યો છે. વ્યાજખોરો હેરાન કરતા હોય તેવો લોકોને પોલીસની મદદ લેવા આહવાન કર્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા AMC નવી પોલિસી લાવી
4 હજારથી વધુ ફેરિયાઓને મુખ્યમંત્રીએ રૂ. 6.72 કરોડના ધિરાણ પત્ર એનાયત કર્યા
શહેર પોલીસ અને બેંક દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત 4 હજારથી વધુ ફેરિયાઓને મુખ્યમંત્રીએ રૂ. 6.72 કરોડના ધિરાણ પત્ર એનાયત કર્યા હતા. આટલુ જ નહીં, વ્યાજખોરો હેરાન કરતા હોય તેવો લોકોએ પોલીસની મદદ લઇને તેવો તત્વો સામે કાર્યવાહી કરવા માટે પણ આહવાન કર્યુ હતુ. ગૃહવિભાગ અને પોલીસ દ્વારા એક મહિના સુધી ડ્રાઇવ કરીને શહેરમાં 5 હજાર કરતા વધુ વ્યાજખોરો સામે મની લોન્ડરીંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાંથી અનેક લોકોને છુટકારો અપાવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આકરી ગરમીને લઇ આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી
બેંક દ્વારા 207 લોકોને લોન ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું
આ દરમ્યાન પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત રૂ.10 હજારથી લઇને 50 હજાર સુધીની લોન પોલીસ અને બેંક સાથે મળીને વેન્ડર્સને અપાવી રહી છે. જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાયન્સસીટી ખાતે 4 હજાર કરતા વધુ ફેરીયાઓને ધિરાણ પત્ર આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ 6.72 કરોડના ધિરાણ પત્ર એનાયત કર્યા છે. જેમાંથી 10 હજાર માટે 3483 અરજી આવી હતી. જેમાંથી 2348 લોકોને લોન ફાળવવામાં આવી છે. રૂ.20 હજારની લોન માટે 3745 લોકોની અરજીની સામે 1671 વેન્ડર્સને લોન ફાળવી દેવામાં આવી છે. જ્યારે 50 હજારની લોન માટે 419 લોકોએ અરજી કરી હતી. જેની સામે બેંક દ્વારા 207 લોકોને લોન ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.