- અમદાવાદમાં તથ્યકાંડ બાદ પોલીસ એક્શનમાં આવી
- ઓવરસ્પીડ અને ભયજનક ડ્રાઈવિંગના 192 કેસ સામે આવ્યા
- પોલીસે ટ્રાફિક અંગે 24 કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી
અમદાવાદમાં ઓવરસ્પીડ અને ભયજનક ડ્રાઈવિંગના 192 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. તેમાં રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ માટે એપ્લિકેશન લોન્ચ કરાઈ છે.
આ પણ વાંચો: તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ અમદાવામાં પોલીસ એક્શનમાં, મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ
અમદાવાદમાં તથ્યકાંડ બાદ પોલીસ એક્શનમાં આવી
અમદાવાદમાં તથ્યકાંડ બાદ પોલીસ એક્શનમાં આવી છે. જેમાં વિશેષ ડ્રાઈવ શરૂ અમદાવાદમાં શરૂ કરાઇ છે. તેમજ વિશેષ ડ્રાઈવ શરૂ કરતા ઓવર સ્પીડ 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ નોંધાયા છે.
પોલીસે ટ્રાફિક અંગે 24 કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી
અમદાવાદ પોલીસે ટ્રાફિક અંગે 24 કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. જેમાં તપાસ દરમિયાન નિયમ ભંગના 192 કેસ નોંધાયા હતા. બીજી બાજુ તપાસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઈવ, અને ઓવર સ્પીડમા વાહન ચલાવતા શખ્સો પોલીસની ઝપટે ચડયા હતા. જેની સામે પોલીસે કાયદાનો દંડો ઉગામી નિયમોને અવગણના કરતા શખ્સોને પાઠ ભણાવ્યા હતા.
અનેક વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગની કાર્યવાહી કરી
પોલીસના ચેકિંગ દરમિયાન ઓવર સ્પીડ 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ નોંધાયા હતા. રાત્રિના સમયે નબીરાઓ કાળ બનીને વાહનો ચલાવતા હોવાથી અનેક લોકો આવા નબીરાઓના ભોગ બન્યા છે. અમુક કિસ્સાઓમાં તો આવારાતત્વોના પાપે લોકો મોતના ખપ્પરમાં પણ હોમાયા છે. ત્યારે આ સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ પોલીસે અનેક વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગની કાર્યવાહી કરી હતી. અનેક વિસ્તારોમાં રાત્રે 11 પછી લારી-ગલ્લા સહિતની દુકાનો પણ બંધ કરાવી હતી.