ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: શાહીબાગ ઘોડા કેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ, કારણ જાણી રહેશો દંગ

Text To Speech
  • વર્ષ 2024માં 6 મહિનામાં 8 ઘોડાના મોત થયા છે
  • ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી
  • PIની બેદરકારીના કારણે ઘોડાના મોત થયા હોવાનો તપાસમાં ખુલાસો

અમદાવાદમાં શાહીબાગ ઘોડા કેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ કરાયા છે. જેમાં કારણ જાણી દંગ રહેશો. તેમાં 2023થી બેદરકારીને લીધે 8 ઘોડાના મોત થયા છે. જેમાં PI એમ.એસ.બારોટને CP જી.એસ મલિકે સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદના શાહીબાગ ઘોડા કેમ્પના PI સામે 2023થી બેદરકારીને કારણે 8 ઘોડાના મોત અને 28ને ઇન્ફેક્શન થતાં પગલાં લેવાયા છે.

આ પણ વાંચો: ગુજરાતના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું, જાણો શું છે વરસાદની આગાહી 

વર્ષ 2024માં 6 મહિનામાં 8 ઘોડાના મોત થયા છે

શાહીબાગ ઘોડા કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડા પૈકી વર્ષ 2023માં 3 ઘોડાના મોત થયા હતા. ત્યારબાદ વર્ષ 2024માં 6 મહિનામાં 8 ઘોડાના મોત થયા છે. ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલસ કમિશનર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.તેમાં અમદાવાદ પોલીસ કમિશનરે શાહીબાગ ઘોડા કેમ્પના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. PIની બેદરકારીના કારણે ઘોડાના મોત થયા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તપાસમાં બેદરકારી છતી થતા પીઆઈએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના શાહીબાગ ઘોડા કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડા પૈકી વર્ષ 2023થી અત્યાર સુધીમાં 8 ઘોડાના મોત થયા છે.

ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી

ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીઘી હતી. પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે ઝોન 6 ડીસીપી રવિ મોહક સૈનીને આદેશ આપ્યો હતો. ત્યારે DCP રવી મોહન સૈનીએ તપાસ બાદ રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. જેમાં પીઆઈની બેરદકારી હોવાનું સામે આવતા પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.બારોટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં ઘોડા કેમ્પમાં રાખવામાં આવતા ઘોડાઓને આપવામાં આવતો ઘાસચારો અયોગ્ય અને પાણીમાં લીલ હતી. ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હતું. જોકે, આ ઘોડાને સારવાર આપવામાં આવી રહી છે.

Back to top button