અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

15 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો, મજાક મસ્તીમાં કોલ કર્યો

Text To Speech

અમદાવાદ, 14 ઓગસ્ટ 2024, શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરના સમયે ધમકી ભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં ધમકી આપવામાં આવી હતી કે, આવતીકાલે 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ કોલ મળ્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ હાથ ધરી હતી.અજાણ્યા નંબર પરથી યુવક દ્વારા કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે “15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું” જેની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોલ કરનાર યુવકની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

યુવકની ધરપકડ કરવામાં આવી
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે બે મહિના પહેલા બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો કોલ આવ્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચ કોલ કરનારને ઝડપી પાડવા માટે સતત પ્રયાસો કરી રહી હતી. ટેકનિકલ રિસોર્સીસના આધારે કુબેરનગર વિસ્તારમાંથી અરિહંત વિનોદ જૈન નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે અને અભ્યાસના કારણે જ વધુ પડતા ડિપ્રેશનમાં આવ્યો હતો અને માનસિક અસ્થિર છે જે અંગે ફરિયાદ નોંધીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા યુવકનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને તેનું માઈન્ડ ફ્રેમ યોગ્ય નથી.

ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી
અમદાવાદ પોલીસ કંટ્રોલને કોલ કરનારની ઓળખ થઈ ગઇ છે. ક્રાઇમ બ્રાંચની એક ટીમ કોલ કરનાર વ્યક્તિને પકડવા માટે રવાના થઇ હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી છે.ટેકનિકલ એનાલિટિક્સની મદદથી જ કોલ કરનારની ઓળખ થઇ ગઇ છે.પોલીસે આરોપીને પકડી લેવા અને તેણે આ કરતુત કેમ કરી તે જાણવા તજવીજ શરુ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદઃ દારૂની ડિલિવરી માટે બાળકોને નોકરી રાખ્યા, 8 હજાર પગાર અને બોટલ દીઠ રૂ.200 કમિશન

Back to top button