ગુજરાત

અમદાવાદ: નિવૃત્ત IPSના દિકરાએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ થઇ

  • નિવૃત્ત IPSના પુત્રે કારના 4.23 લાખ લઈ ઠગાઈ આચરી
  • જેબલિયાના પુત્ર સામે પાસા કેમ ભરાતા નથી તેવી લોક ચર્ચા
  • સોલા પોલીસ સ્ટેશનમાં નીરવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

અમદાવાદમાં નિવૃત્ત IPSના દિકરાએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં નિવૃત્ત IPSના પુત્રે કારના 4.23 લાખ લઈ ડિલિવરી ન આપી ઠગાઈ આચરી છે.  3થી વધુ ગુના છતાં નિવૃત્ત IPS જેબલિયાના પુત્ર સામે પાસા કેમ ભરાતા નથી તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. અનેક IPSની ભલમાણ છતાં પિતાના નામે રોફ મારતા આરોપી પુત્ર સામે સોલામાં ફરિયાદ થઇ છે.

આ પણ વાંચો:  નકલી દવાઓ પર રોક લાગશે, ગુજરાતની ફાર્મા કંપનીઓને આ વાતનો અમલ કરવો પડશે 

નિવૃત્ત IPSના પુત્રે કારના 4.23 લાખ લઈ ઠગાઈ આચરી

સોલા પોલીસ સ્ટેશનમાં નિવૃત આઇપીએસના પુત્ર નીરવ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. નિવૃત્ત આઇપીએસ બી.એસ. જેબલિયાના પુત્રે પોતાની કારનો સોદો કરીને રૂપિયા લઈ લીધા બાદ કારની ડિલિવરી ન આપી 4.23 લાખની ઠગાઈ આચરી છે. જોકે, આ ફરિયાદ ન થાય તે માટે અનેક આઇપીએસ અધિકારીઓએ ભારે મહેનત કરી હતી પરંતુ અંતે કોઈ મેળ ન પડયો ન હતો. આ અંગે પીડિતે સોલા પોલીસ સ્ટેશનમાં નિવૃત IPSના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ, જાણો કયા પડશે ધોધમાર વરસાદ 

જેબલિયાના પુત્ર સામે પાસા કેમ ભરાતા નથી તેવી લોક ચર્ચા

મહત્ત્વનું છે કે, નિવૃત્ત IPSનો પુત્ર હોવાથી અનેક જગ્યાએ છાંટકો બનીને દમદાટી કરીને છેતરપિંડી આચરતો હોય છે. સામાન્ય વ્યકિત પર 3 કે તેનાથી વધુ ફરિયાદ હોય તો પોલીસ પાસા કે તડીપાર કરી દેતી હોય છે, પરંતુ નિવૃત્ત IPSના પુત્ર ઠગ નીકળતા તેના વિરુદ્ધ પોલીસ પાસા ભરતા ગભરાઈ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.વેજલપુરમાં વિજય મિશ્રા તેના પરિવાર સાથે રહીને કાર લે-વેચનું કામ કરે છે. ગત, 26 એપ્રિલના રોજ વિજયને હાઇકોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા મિત્ર કિરણ બારોટે ફોન કરીને કહ્યું કે, એક કાર વેચવાની છે. જેથી તમે હાઇકોર્ટ પાસે આવી જાવ. આથી વિજયભાઇ તેમના મિત્રને લઈને હાઇકોર્ટ પહોંચ્યા હતા. થોડી વારમાં ત્યાં સ્કોર્પિયો કાર લઇને નિવૃત્ત IPS બી.એસ.જેબલિયાનો પુત્ર નીરવ ત્યાં પહોંચ્યો હતો.

સોલા પોલીસ સ્ટેશનમાં નીરવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

બાદમાં બંને વચ્ચે નક્કી થયા બાદ 10.25 લાખમાં કાર ખરીદવાનું નક્કી કર્યું અને એડવાન્સ પેટે 2 લાખ રૂપિયા આપવાના હોવાથી વિજયે 50 હજાર રૂપિયા આપી દીધા હતા. બીજા દિવસે ટુકડે ટુકડે 4.23 લાખ વિજયે નિરવને ચૂકવ્યા હોવા છતાં તેણે કાર આપી ન હતી. જેથી વિજયે પૈસા પરત માંગતા નીરવ ગલ્લાંતલ્લા કરતો હતો. આ અંગે વિજયે સોલા પોલીસ સ્ટેશનમાં નિવૃત આઇપીએસના પુત્ર નીરવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Back to top button