ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, રાત્રે 8થી10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

Text To Speech

તહેવારોની મૌસમ શરૂ થવા જઇ રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં દિવાળીની ખરીદી લોકો કરી રહ્યાં છે. તેવામાં દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ જાહેરનામા હેઠળ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તથા શહેરમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

ગ્રીન ફટાકડા ફોડી આ દિવાળી બનાવીએ

125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના જ ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્ન ઉડાડી શકશે નહી. તેમજ વિદેશી ફટાકડાનું વેચાણ કે ફોડી શકાશે નહી. તથા લાઇસન્સ ધારક વેપારી ફટાકડાનો વેપાર કરી શકશે. અગાઉ વડાપ્રધાને લોકલ ફોર વોકલની વાત કરતા કહ્યું હતુ કે ગ્રીન ફટાકડા ફોડી આ દિવાળી બનાવીએ જેથી વાતાવરણમાં પ્રદૂષણ ઓછુ થાય.

આ પણ વાંચો: AAPના ઇસુદાન અને ઈટાલિયા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે

ફટાકડાના ભાવમાં વધારો થયો

અમદાવાદ શહેરના ફટાકડા બજારમાં હજી ઘરાકીનો દોર શરૂ થયો નથી. જેની બીજી તરફ તમામ પ્રકારના ફટાકડામાં અધધ કહી શકાય તેટલો અંદાજે 40 થી 60 ટકા જેટલો ભાવવધારો થયો છે. દર વર્ષે દીવાળીના તહેવારોના 10-12 દિવસ પહેલાં જ ફટાકડાના વેપારીઓને ફટાકડાના ભાવમાં વધારો જણાય છે. ફટાકડાના ભાવમાં 40 થી 60 ટકાનો વધારો થતા વેપારીઓ જ નહીં ખરીદારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.

Back to top button