ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, પોલીસે પણ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ

Text To Speech
  • અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે કડક પગલાં લીધાં
  • પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારીનો આદેશ
  • આ અમલવારીની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. તેમાં પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારીનો આદેશ કર્યો છે. ગુજરાત હાઈ કોર્ટ છેલ્લાં ઘણાં સમયથી પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની સુનાવણી દરમિયાન ટ્રાફિકના નિયમોને લઈને મનપા તેમજ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી.

દરેક વ્યક્તિ માટે હેલ્મેટનો ફરજિયાત અમલ કરાવવાનો આદેશ

ત્યારે હાઈકોર્ટના નિર્દેશ મુજબ ટુ-વ્હીલર પર બેઠેલી દરેક વ્યક્તિ માટે હેલ્મેટનો ફરજિયાત અમલ કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેમાં ઘણાં નાગરિકોએ સવાલ કર્યાં હતાં કે, જ્યારે નિયમમાં અમલવારીની વાત આવે ત્યારે સામાન્ય નાગરિક જ પીસાય છે, કોઈપણ સરકારી અધિકારી કે પોલીસને આ નિયમોની કડક અમલવારીથી ફરક નથી પડતો. જોકે, હવે નાગરિકોની આ વાતને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે કડક પગલાં લીધાં છે અને તમામ પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

આ અમલવારીની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે

જે પણ પોલીસ કર્મી આ નિયમ તોડશે તેની સામે કડક કાર્યવાહીનો પણ આદેશ કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી, પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારીનો આદેશ કર્યો છે. જેમાં કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને હવે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ પોલીસ સ્ટેશન આવવાનું રહેશે. જેમાં સિવિલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ અમલવારીની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ, 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી 

Back to top button