અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં, એક ઝાટકે 1472 કોન્સ્ટેબલોની બદલી કરી નાંખી

Text To Speech

અમદાવાદ, 01 માર્ચ 2024, શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે તાત્કાલિક અસરથી શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વઘુ સમયથી ફરજ બજાવતા 1472 કોન્સ્ટેબલની બદલી કરી દીધી છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ મલિકે કરેલા હૂકમ પ્રમાણે શહેરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરી નાંખી છે. કમિશ્નરના હૂકમ પત્રકમાં એવું પણ કહેવાયું છે કે, સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઉલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશ્નર કચેરીએ જાણ કરવાની રહેશે.

લોકસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દોર ચાલ્યો
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દોર ચાલ્યો છે. જેમા વહીવટી તંત્રના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશ્નરે કરેલી બદલીઓથી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે ગઈકાલે એક પરિપત્ર કરીને શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડકાઈથી કામગીરી કરવા આદેશ કર્યો છે. તેમણે શહેરમાં કોઈપણ પોલીસ કર્મી આ પ્રકારની કામગીરીમાં ઢીલાશ વર્તશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી પણ પરિપત્રમાં જાણ કરી હતી.

આ પણ વાંચોઃમુખ્યમંત્રીનો નિર્ણયઃ ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોના રિ-ડેવલપમેન્ટને વેગ મળશે

Back to top button