અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ પોલીસે શહેરમાં 12 દુકાનોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો, બે આરોપીને મુદામાલ સાથે દબોચ્યાં

Text To Speech

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રે દરમિયાન દુકાનોના શટર તોડીને ચોરીને અંજામ આપવાની ઘટનાઓ શહેરમાં ખુબ વધી રહી છે. ત્યારે LCB એ આવી જ ઘટનાને અંજામ આપનાર બે ઈસમોને દબોચી લીધા છે.

12 દુકાનોમાં ચોરી કરનાર ઈસમોને પોલીસે ઝડપ્યાં

પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદમાં મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા LCBનો સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCBને બાતમીને આધારે પોલીસે રાત્રી દરિમયાન વસ્ત્રાપુર, સોલા, નારણપુરા વિસ્તારમા કુલ 12 દુકાનના શટર તોડી ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ પોલીસ (-humdekhengenews

આરોપીઓના નામ

1). રાજકુમાર ઉર્ફે લાલો (ઉં.વ.23) રહેવાસી-બોપલ ગામ, અમદાવાદ મુ.રહેવાસી- ગામ- સુખા પાદરા,રાજસ્થાન

2). રસીકભાઇ કરશનભાઇ ઠાકોર (ઉં.વ.25) , રહેવાસી- ગોપાલનગર, અમદાવાદ

આટલો મુદ્દામાલ કબ્જે કરાયો

એક બાઈક, 5 મોબાઈલ, ટ્રિમર, ઇયર બડસ, સિલ્વર ધાતુના 2 સિક્કા તેમજ રોકડ રકમ સહિત કુલ રુ. 34, 910 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કામગીરી કરનાર અધિકારીઓ

આમ નારણપુરા, વસ્ત્રાપુર તથા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-1,પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.આ કામગીરીમાં ઇંચા નાયબ પોલીસ કમિશ્નર , અધિક પોલીસ કમિશ્નર સેકટર-1 માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ઝોન-1 પો.સબ.ઈન્સ. એચ.એચ.જા઼ડેજા તથા એલ.સી.બી. ઝોન-1 પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવી છે.

 આ પણ વાંચો : અમદાવાદ – ગાંધીનગરમાં U20 સમિટ : વિદેશી મહેમાનોનું ધામધૂમથી સ્વાગત

Back to top button