રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ એલર્ટ : સંવેદનશીલ વિસ્તારોનું કરાયું ડ્રોન સર્વેલન્સ
અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાને લઈ થોડો જ સમય બાકી છે ત્યારે આ વર્ષે રથયાત્રા શાંતિમય વાતાવરણમાં નીકળે તે માટે અમદાવાદ પોલીસ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. અને રથયાત્રામાં કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
સંવેદનશીલ વિસ્તારોનું ડ્રોન સર્વેલન્સ
મળતી માહીતી મુજબ રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા રુટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેની સતત તકેદારી રાખવામા આવી રહી છે. આ તકેદારીના ભાગરુપે અમદાવાદ શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા જેવા સંવેદનશીલ વિસ્તારમાં હાઈ રિઝોલ્યુશન ક્વોલિટી ધરાવતા કેમેરા, બોડીવોન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવાંમાં આવશે.
રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ#ahemdabad #rathyatra #city #drone #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/lIffMjVkFY
— Hum Dekhenge News (@humdekhengenews) June 2, 2023
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ એલર્ટ
રથયાત્રા દરમિયાન પોલીસ કાફલાની સાથે ત્રીજી આંખ એટલે કે કેમેરાઓ વડે પણ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની બાજ નજર રહેશે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ પણ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં યોજાતી આ વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાને લગભગ એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.
ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે
જાણકારી મુજબ આ વખતે પ્રથમ વાર સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે. આ સિસ્ટમની મદદથી દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ લેવાશે તેમજ તેની મદદથી રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે.આ સાથે રૂટમાં કોઈ ઇમરજન્સી આવશે તો દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવશે. આ ખાસ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે.
આ પણ વાંચો : અમદાવાદીઓને મળશે હેરિટેજ બસ સ્ટેશનની ભેટ, આ તારીખે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ