ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આયોજન

Text To Speech
  • ‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાત’ની થીમ પર કાંકરિયા કાર્નિવલ
  • સવાર, બપોર અને રાત્રે એમ અલગ-અલગ સમયે કાર્યક્રમો યોજાશે
  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આયોજન છે. જેમાં આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન 15મા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો સહિત અનેક કાર્યક્રમો યોજાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે

કાંકરિયા કાર્નિવલ અંગે સ્ટેડિંગ કમિટીના ચેરમેન અને ડે. મ્યુનિસિપલ કમિશનરે જાણકારી આપી હતી. જણાવ્યું કે, અમદાવાદમાં આ વખતે 15મા કાંકરિયા કાર્નિવલનું આગામી 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો, લોક ડાયરો સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વખતે કાંકરિયા કાર્નિવલના સાત દિવસમાં કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવે સહિતના ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે. જ્યારે રાતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે.

સવાર, બપોર અને રાત્રે એમ અલગ-અલગ સમયે કાર્યક્રમો યોજાશે

‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાત’ની થીમ પર કાંકરિયા કાર્નિવલના પહેલા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ યોજવાનું આયોજન છે. જેમાં સ્કૂલના બાળકોની ટોફી ઓપનિંગ કોમ્પિટિશન થશે. કાંકરિયા કાર્નિવલમાં ત્રણ સ્ટેજમાં કાર્યક્રમો યોજાશે. જેમાં લગભગ 200 જેટલા કલાકારો પરફોર્મ કરશે. સવાર, બપોર અને રાત્રે એમ અલગ-અલગ સમયે કાર્યક્રમો યોજાશે.

Back to top button