અમદાવાદ: રિવરફ્રન્ટ હાઉસ ખાતે વૃક્ષના છોડવામાં પાનની પિચકારી; ક્યારે સુધરશે અમદાવાદીઓ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-06-at-7.53.48-PM.jpeg)
6 ડિસેમ્બર 2024 અમદાવાદ: પર્યાવરણ માટે આખું વિશ્વ ચિંતિત છતાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે વનસ્પતિમાં પાનની પિચકારીઓ સિવાય કશું જોવા મળ્યું ન હતું. ત્યારે અમદાવાદ શહેરના કરોડોના ખર્ચે બનેલા રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઉગવામાં આવેલ નાની નાની વનસ્પતિઓ તથા વૃક્ષોમાં ગંદકી જોવા મળી હતી પાનની પિચકારીઓ જોવા મળી હતી. જે એચડી ન્યૂઝનાં રિપોર્ટરને ધ્યાને જતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે.
ઉત્તરોતર વિકાસમાં પર્યાવરણીય સમસ્યા ચિંતાનો વિષય
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે રાજ્ય તથા કેન્દ્રની સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, કરોડોનું બજેટ સ્વચ્છતા માટે ફાળવવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના સત્તાધારીઓ હોય કે રાજ્ય સરકાર તમામ જવાબદાર સંસ્થાઓ પોતપોતાની રીતે પર્યાવરણ જાળવણી માટે પ્રયત્નો કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વૃક્ષો અને ઝાડવાઓ ઉગાડી પર્યાવરણનો સંદેશો જનતા માપતા હોય છે. પરંતુ આજે એચડી રિપોર્ટરને રિવરફ્રન્ટ હાઉસના છોડવામાં ગંદકી અને પાનની પિચકારીઓ દેખાઈ હતી. ત્યાં સ્વચ્છતા પણ હતી, પરંતુ એ પિચકારીઓ માત્ર સજીવ વનસ્પતિમાં જ જોવા મળી હતી. ત્યારે સવાલ ઊભો થાય છે જીવિત વનસ્પતિ જેમાં માનવીની જેમ જીવ રહેલો છે તેવી વનસ્પતિને શા માટે શિકાર બનાવવામાં આવે છે.
પર્યાવરણ ગંદુ કરનારા ઉપર કડક કાર્યવાહીની માંગ
વૃક્ષો, જંગલો, જાણવાઓના જતન વગર આ પૃથ્વી પર જીવન શક્ય નથી. આપણે અગાઉ પણ કુદરતી સમસ્યાઓનો સામનો કરી ચૂક્યા છીએ અને આવા સમયમાં ઔદ્યોગિક શહેર ગણાતા અમદાવાદમાં દિવસેને દિવસે ઉતરોતર પ્રગતિ થઈ રહી છે. મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ તેની વિપરીત અસરો શહેર અને રાજ્યના પર્યાવરણ ઉપર પણ થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે પર્યાવરણનું જતન કરી શકતા ન હોઈએ તો પર્યાવરને બગાડવાનો અધિકાર પણ કોઈ વ્યક્તિ પાસે નથી. જે બાબતની તકેદારી અમદાવાદના નાગરિકો અને સરકારને રાખવાની જરૂર છે. લોકોની માંગ મુજબ જાહેરમાં પાન માવા ખાઈને પિચકારીઓ મારનારા તથા થુકનારાઓને કાયદેસર દંડ ફટકારવો જોઈએ અને કડક કાર્યવાહી કરવા સિવાય છૂટકો નથી જે અંગે સરકારે યોગ્ય પગલાં ભરવા જોઈએ.