ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: વિદેશ મોકલવાના નામે ગઠિયાએ સોશિયલ મીડિયાથી લોકોને ટાર્ગેટ કર્યા

  • કૌભાંડના આરોપીએ ડાયનામીક માઇગ્રેશનના નામે છેતરવાનું શરૂ કર્યું
  • નિતીન પાટીલે ફરીથી વિઝા કૌભાંડના નામે લોકોને ટારગેટ કર્યા
  • વિઝા કૌભાંડનો ગુનો નોંધાયા બાદ ઓફિસને તાળા મારવામાં આવ્યા

અમદાવાદ, નાસિક અને વડોદરામાં પેસેફીક રી-લોકેશન સર્વિસના નામથી કેનેડામાં વર્ક વિઝા અને પીઆરની ઓફર કરીને કેનેડીયન પાસપોર્ટ ધરાવતા નિતીન પાટીલ, વિજયા અને ચેતન શર્મા નામના વ્યક્તિઓએ અનેક લોકો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.

નિતીન પાટીલે ફરીથી વિઝા કૌભાંડના નામે લોકોને ટારગેટ કર્યા

નિતીન પાટીલે ફરીથી વિઝા કૌભાંડના નામે લોકોને ટારગેટ કરવા માટે હવે સોશિયલ મીડિયા પર ડાયનામીક માઇગ્રેશનના નામે પોસ્ટ મુકી હોવાનું સામે આવ્યું છે. જેમાં નિતીન પાટીલે પીઆર, વર્ક પરમીટ જેવી ઓફર મુકી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મુળ કેનેડીયન પાસપોર્ટ ધરાવતા નિતીન પાટીલ, વિજયાએ મકરબામાં વિસ્તારમાં પેસેફીક રી-લોકેશન સર્વિસ નામની ઓફિસ શરૂ કરીને કેનેડાના વર્ક વિઝાના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે અંગે બોપલમાં રહેતા પારૂલ રાણા નામની મહિલાએ સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે નિતીન પાટીલે અમદાવાદની ઓફિસનું સંચાલન ચેતન શર્માને આપ્યું હતું અને તે કેનેડાથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો.

વિઝા કૌભાંડનો ગુનો નોંધાયા બાદ ઓફિસને તાળા મારવામાં આવ્યા

વિઝા કૌભાંડનો ગુનો નોંધાયા બાદ ઓફિસને તાળા મારવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ હજુ પણ અનેક લોકો નાણાં પરત લેવા માટે દોડધામ કરી રહ્યા છે. નિતીન પાટીલે કેનેડા લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એલએમઆઇએ) , ઇમીગ્રેશન સર્વિસ, પીઆર, તેમજ વિઝા માર્ગદર્શનની ઓફર આપીને તેનું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચાલતુ હતું.

પોલીસને વિઝા કૌભાંડના આરોપી નિતીન પાટીલ અંગે જાણ કરવામાં આવી

જો કે હવે પેસેફીક રી-લોકેશન સર્વિસની ઓફિસ બંધ થતા હવે નિતીન પાટીલે ડાયનામીક માઇગ્રેશનના નામે એક કંપની શરૂ કરીને ફેસબુક પર પોસ્ટ મુકી છે. જેમાં તેણે મોબાઇલ નંબર, નવી કંપનીની વેબસાઇટની વિગતો મુકી છે. જેથી નિતીન પાટીલનું કૌભાંડ ન જાણતા લોકો વિઝાની લાલચમાં આવીને આસાનીથી ટારગેટ થઇ શકે તેવી શક્યતા છે. આ બાબતને ગંભીરતાથી લઇને સરખેજ પોલીસને વિઝા કૌભાંડના આરોપી નિતીન પાટીલ અંગે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે રાજ્યના પ્રવાસન સ્થળોને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો

Back to top button