અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ યુથ કોંગ્રેસ સાથે પાટીદાર યુવાનોએ અમરેલીમાં પાટીદાર યુવતીનાં કાઢેલા સરઘસનું નાટ્યરૂપાંતર કર્યું; પૂતળું બાળવા જતા પોલીસ સાથે ઘર્ષણ

Text To Speech

4 જાન્યુઆરી 2025 અમદાવાદ: અમરેલીમાં જે રીતે લેટરકાંડ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે અને સરઘસ કાઢવામાં આવ્યું છે. જે મુદ્દે હાલ સમગ્ર રાજ્યમાં રોષ વ્યાપી રહ્યો છે. તમામ શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તા તેમજ પાટીદાર યુવાનોએ મળીને અમરેલી પાટીદાર યુવતીના કાઢેલા સરઘસનું અમદાવાદમાં નાટ્યરૂપાંતર કર્યું હતું. જે અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પૂતળું બાળવા જતા પોલીસ અને કાર્યકર્તા વચ્ચે સંઘર્ષનાં દ્રશ્યો સામે આવ્યા હતા અને તમામ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા.

CM, HM રાજીનામું આપે: યુવા પાટીદારો
અમરેલી લેટરકાંડને લઈને સુરતમાં પણ પાટીદાર આગેવાનોની બેઠક મળી છે. ત્યારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પોતાના પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીનું પૂતળું બાળવા જતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે બાદ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

જય પાટીદાર, જય સરદારનાં ઉગ્ર નારા સાથે વિરોધ
યુથ કોંગ્રેસ કાર્યકર્તા રવિ રાજપૂતે એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ. રાજ્ય સરકાર વારંવાર દીકરીઓનું અપમાન કરી રહી છે. અને આ વખતે તો અમરેલીમાં દીકરીની સરઘસ કાઢવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં દીકરીઓનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે, અમદાવાદમાં વિરોધ દરમિયાન જે રીતે અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે જ રીતે યુવા પાટીદારો અને NSUIનાં કાર્યકર્તાઓએ સરઘસ કાઢી નાટ્ય રૂપાંતર કર્યું હતું અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

Back to top button