અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ પરશોત્તમ રૂપાલાએ ‘ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ’ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી જાણો શું કહ્યું?

Text To Speech

અમદાવાદ 23 જૂન 2024 :  અમદાવાદ શહેરના મેજિસ્ટિક કોમ્પ્લેક્સ ખાતે રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમ રૂપાલા અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ ‘ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ’ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યાં જાણો શું કહ્યું પૂર્વ કેન્દ્રીય મંત્રીએ?

રૂપાલાએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કર્યા

‘ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ’ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે લોકસભા સાંસદ પરસોતમ રૂપાલાએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રની મહાનચેતના ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની ચેતનાને વંદન કરું છું. આ રાષ્ટ્રની અંદર એક નિશાન અને એક વિધાનનું સૂત્ર આપીને કશ્મીર માટે આઝાદીની લડાઈ લડ્યા આઝાદીની લડાઈમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું, આજે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તે સમયમાં આપેલા તેમના યોગદાનને અને રાષ્ટ્ર માટે કરેલી સેવાઓને યાદ કરીએ,

સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ડો. પ્રશાંત કાલાવડીયા દ્વારા મેડિકલ ક્ષેત્રે નવું સાહસ કરવામાં આવ્યું છે. જેઓ હોમિયોપેથીના નિષ્ણાંત છે ખાસ કરીને વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી આ દેશમાં ખાસ કરીને શરૂ કરવામાં આવેલી ઓલ્ટરનેટ મેડિસિન, આયુર્વેદ, યૂનાની વગેરેને પ્રોત્સાહન આપવા માટે આયુષ્ય મંત્રાલય બનાવવામાં આવ્યું, જેના કારણે હેલ્થ સેન્ટરની અંદર અનેક આયામો અને પ્રયોગો જોવા મળ્યા આજે અમદાવાદ ખાતે ડો પ્રશાંતભાઈ આગળ આવી રહ્યા છે જેના માટે બ્યુટીફિકેશન અને સ્કીન ડીસીઝ સારવાર તો ઉપલબ્ધ થશે જ સાથે સાથે અનેક ક્ષેત્રના તજજ્ઞો દ્વારા પણ આ મેડિકલ સેન્ટરની અંદર આપણે જેને ઓપીડી કહીએ છીએ એ કરવાની સુવિધા પણ અહીંયા મળી રહેશે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Back to top button