અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળ્યા
- દર વર્ષે સ્કૂલો શરૂ થઈ ગયા બાદ ફી જાહેર થયાની ફરિયાદ થાય છે
- નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા ખાનગી સ્કૂલોની ફી નક્કી થઈ જવી જોઈએ
- અમુક ક્વાર્ટરની ફી સંચાલકો વસુલે એ પછી જ ફી જાહેર થતી હોય છે
અમદાવાદમાં ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળ્યા છે. જેમાં CBSCમાં સત્ર શરૂ થઈ ગયું પણ શહેરની 450 થી વધુ સ્કૂલોની ફી હજુ નક્કી નથી. તેમાં 2024-25 માં 700 થી વધુ સ્કૂલોએ ઊંચી ફી માટે દરખાસ્ત કરી હતી. તેમાં FRCના ધાંધિયા, દર વર્ષે સ્કૂલો શરૂ થઈ ગયા બાદ ફી જાહેર થયાની ફરિયાદ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કેમ તાપમાન ઘટ્યું
અમુક ક્વાર્ટરની ફી સંચાલકો વસુલે એ પછી જ ફી જાહેર થતી
કાયદાના ભાગરૂપે ઝોન મુજબ ફી નિર્ધારમ સમિતીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળી ગયા છે. કારણ કે, સ્કૂલો શરૂ થઈ ગયા બાદ અને એમાય અમુક ક્વાર્ટરની ફી સંચાલકો વસુલે એ પછી જ ફી જાહેર થતી હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠે છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ-2024-25 માટે અમદાવાદ ઝોનની 700 થી વધુ શાળાઓએ ઊંચી ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી હતી, એ પૈકી 450 થી વધુ સ્કૂલોની ફી હજુ જાહેર કરાઈ નથી. બીજી તરફ CBSC સહિતના કેટલાક બોર્ડમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે. તેમજ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ઈચ્છા મુજબની ફી પણ વસુલવાનું શરૂ કરાયુ હશે એ પણ સ્વાભાવિક છે. કારણ કે, સ્કૂલો દરખાસ્તમાં જે ફીની માગણી કરે એ મુજબની જ ફી વસુલવાનું શરૂ કરતી હોવાની દર વર્ષે ફરિયાદો ઉઠે છે.
નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા ખાનગી સ્કૂલોની ફી નક્કી થઈ જવી જોઈએ
ખાનગી સ્કૂલો પર સંકજો કસવાના દાવા સાથે વર્ષ-2017 માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. કાયદાના ભાગરૂપે ઝોન મુજબ ફી નિર્ધારમ સમિતીની રચના કરવામાં આવી હતી. વર્ષ-2017 માં કાયદો લાગુય થયો એ સમયે ખાનગી સ્કૂલોની જે ફી હતી એમાં કોઈ જ ઘટાડો થયો નથી, ઉલટાનું જે સ્કૂલો ઓછી ફી વસુલતી હતી એમણે કાયદાને હથિયાર બની ઊંચી ફી વસુલવાનું શરૂ કર્યું છે. મહત્વની વાત એ છે કે, નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા ખાનગી સ્કૂલોની ફી નક્કી થઈ જવી જોઈએ, પરંતુ અહી તો ઘણીવાર વર્ષ પૂર્ણ થવા આવે ત્યારેય ઘણી સ્કૂલોની ફી નક્કી થતી નથી. જેના કારણે સંચાલકો મનફાવે તેટલી ફી વસુલે છે અને બાદમાં વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણ શરૂ થાય છે.