અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

અમદાવાદ/ પાણીપુરીમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ, એકમ સીલ

Text To Speech

અમદાવાદ, 6 જાન્યુઆરી : અમદાવાદમાં ફરી એકવાર ખાણીપીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી દિવાન પકોડી સેન્ટર પર એક ગ્રાહકની પાણીપુરીના પાણીમાં વંદી નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે

રવિવારે હર્ષ શાહ નામના યુવાન જોધપુર વિસ્તારમાં આવેલા દિવાન પકોડી સેન્ટર પર નાસ્તો કરવા ગયા હતા. ત્યારે તેને આ આક્ષેપ મૂક્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોં હતો. વીડિયો વાયરલ થતાં AMCના આરોગ્ય વિભાગે રવિવારે જ સ્થળ પર મુલાકાત લીધી હતી. એએમસી વિભાગે દુકાન સીલ કરી નાખી છે. આ સાથે AMCના આરોગ્ય વિભાગે દુકાનના સંચાલકને હાજર થઈને આ બાબતે જવાબ રજૂ કરવા માટે પણ તાકિદ કરી છે.

આ ઘટનાથી શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે ફરી એકવાર ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાંને લોકોએ આવકાર્યા છે અને આવી બેદરકારી સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ પણ વાંચો : પ્રશાંત કિશોરે જામીનના બોન્ડ ભરવાની ના પાડી, પસંદ કર્યો જેલ જવાનો રસ્તો

Back to top button