ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: દરોડામાં પોલીસની નજર ચૂકવી પંચોએ સોનાની લગડી ચોરી લીધી

  • અધિકારીએ તપાસતા સોનાની લંગડી ચોરી થયાનો ઘટસ્ફોટ થયો હતો
  • 7 લાખની કિંમતની 10 સોનાની લગડીમાંથી એક લગડી ચોરી કર્યાનું સામે આવ્યુ
  • 25થી વધુ આંગડીયામાં દરોડા પાડીને કરોડો રૂપિયાનો હવાલા કૌભાંડ ઝડપ્યુ

અમદાવાદ શહેરમાં દરોડામાં પોલીસની નજર ચૂકવી પંચોએ સોનાની લગડી ચોરી લીધી હતી. જેમાં પંચો રૂપે પોલીસને ગઠિયા ભટકાઈ જતા હવે ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. પી.એમ.આંગડિયા પેઢીમાં દરોડામાં પોલીસ પંચોને સાથે લઈને ગઈ હતી. તેમાં દુબઇ બેઠેલા બુકીઓ દ્વારા આંગડિયા પેઢી થકી રોજ કરોડો રૂપિયાનો હવાલા આવતા હોવાનું ખુલ્યું હતુ.

આ પણ વાંચો: અમદાવાદમાં બહેરાશના કેસમાં ચિંતાજનક વધારો, આંકડો જાણી રહેશો દંગ 

7 લાખની કિંમતની 10 સોનાની લગડીમાંથી એક લગડી ચોરી કર્યાનું સામે આવ્યુ

અમદાવાદ અને સુરતમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા 25થી વધુ આંગડિયા પેઢીમાં ગત મે મહિનામાં દરોડા પાડીને કરોડો રૂપિયાના હવાલા કૌભાંડ ઝડપ્યુ હતુ. જેમાં સીજી રોડ પર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં રેડ દરમ્યાન પંચનામાં કરવા માટે પંચો મોટી કલાકારી કરી ગયા હોવાનુ બહાર આવ્યુ છે. જેમાં પંચો જ ગઠિયા બનીને 7 લાખની કિંમતની 10 સોનાની લગડીમાંથી એક લગડી ચોરી કર્યાનું સામે આવ્યુ છે. સ્થળ પરની રેડ દરમ્યાનના સીસીટીવી ફૂટેજ અધિકારીએ તપાસતા સોનાની લંગડી ચોરી થયાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે ચોરીની ફરિયાદ નોંધાવતા બન્ને પંચોની ધરપકડ કરવાની તૈયારી શરુ કરાઈ છે. એક તરફ સીઆઈડી ક્રાઈમની ટીમો આંગડિયા પેઢીમાંથી મળી આવેલી સોના-ચાંદી અને રોકડની ગણતરી કરતી હતી તો સાથે લઈ ગયેલા સુમિત સોની અને અરવિંદ ગોહીલ નામના પંચની નજર સોનાની લગડીઓ પર હતી જેમાં હાજર પોલીસ ટીમોની નજર ચુકવીને એક લગડી સોનાની ગાયબ કરી દીધી હતી જેની પોલીસને હવે રહી રહીને જાણ થઈ છે.

25થી વધુ આંગડીયામાં દરોડા પાડીને કરોડો રૂપિયાનો હવાલા કૌભાંડ ઝડપ્યુ

દુબઇ બેઠેલા બુકીઓ દ્વારા આંગડિયા પેઢી થકી રોજ કરોડો રૂપિયાનો હવાલા કરવામાં આવતા હોવાનું રાજકોટ સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું. જે બાદ 20 જેટલી ટીમો દ્વારા 25થી વધુ આંગડીયામાં દરોડા પાડીને કરોડો રૂપિયાનો હવાલા કૌભાંડ ઝડપ્યુ હતુ. જેમાં રોકડ, સોના ચાંદીની લગડીઓ પણ મળી આવી હતી. આ દરમ્યાન એક ટીમ દ્વારા સીજી રોડ પર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં દરોડા દરમ્યાન સોના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

Back to top button