ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ : જાહેરમાં ગંદકી કરવા બદલ પેલેડિયમ મોલને ફટકારાયો દંડ

Text To Speech

અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે મ્યુનિ.દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલ સામે નવા બનેલા પેલેડિયમ મોલને પણ ગંદકી કરવા બદલ દંડ ફટકારવામા આવ્યો છે.

પેલેડિયમ મોલને 5 હજારનો દંડ

જાણકારી મુજબ અમદાવાદના જાહેરમાં ગંદકી કરવા મામલે પેલેડિયમ મોલને દંડ ફટકારવામા આવ્યો છે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગે મોલને નોટીસ પાઠવી દંડ ફટકાર્યો છે. અમદાવાદના ઉત્તર પશ્મિમ વિસ્તારમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા એકમો સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. જે અંતર્ગત AMCના સોલિડ વેસ્ટ વિભાગે પેલેડિયમ મોલને 5 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.

AMC-humdekhengenews

જાહેરમાં ગંદકી કરતા એકમો સામે કાર્યવાહી

પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને જાહેરમાં ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે. જેના ભાગ રુપે ઉત્તર પશ્મિમ જોનમાં આવેલા પેલેડિયમ મોલ સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે. અને ગંદકી કરવા બાબતે 5 હજારનો દંડ ફટકારવામ આવ્યો છે. પાણીનો નિકાલ થતો ન હતો અને જાહેરમાં પાણી છોડવામા આવતું હતું. અને આ મામલે મહાનગર પાલિકાએ સુચના આપી થતા પાણીના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા કરવામા આવી ન હોવાથી તેના સામે આ કાર્યવાહી હાથ ધરવામ આવી છે.

એક જ દિવસમાં 66 જેટલા એકમોની તપાસ

અત્રે ઉલ્લેકનીય છે કે અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે ગઈ કાલે એક જ દિવસમાં 66 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 28 એકમોને ગંદકી બાબતે નોટિસ આપવામાં આવી છે.

 આ પણ વાંચો : પિઝા લવર ખાંસ વાંચો ! સુરતમાં જાણીતી બ્રાન્ડના પિઝાના નમૂના ફેલ

Back to top button