અમદાવાદ: સાઉથ બોપલમાં PRIVILON BUILDCON LLPનું ઉઠમણું; રોકાણકારોના 52 કરોડ ડૂબ્યા; 200 જેટલા ગ્રાહકોનો ભોગ લેવાયો
અમદાવાદ 20 ડિસેમ્બર 2024; શહેરના પોશ વિસ્તાર એવા સાઉથ બોપલમાં આશરે દોઢ વર્ષ પહેલા PRIVILON ગ્રુપ દ્વારા 14 માળ અને 22 માળ અલગ અલગ સ્ટોરી સ્કીમ પર કામ ચાલુ કરાયું હતું. જેમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા રોકાણકારોના ફોન ઉચકતા બંધ થયા છે અને ઓફિસ પર તાળા મારી જતા રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તમામ ગ્રાહકો બોપલ પોલીસ સ્ટેશન મથકે પોતપોતાની રજૂઆતો લઈને પહોંચ્યા છે. જોકે આ તમામ રજૂઆતો પર અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ પોતે નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે શું રજૂઆતો છે ત્યાં ફ્લેટ બુક કરનારાઓની અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે ચર્ચા કરીએ.
52 કરોડનું ફુલેકુ; રોકાણકારોનાં 200 કરોડ સલવાયા
સાઉથ બોપલની પ્રિવિલોન ગ્રુપની સ્કીમમાં ફ્લેટ બુક કરાવનાર મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી ગ્રાહક દિવ્યરાજસિંહ પાર્ઘવી હમ દેખેંગે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવે છે કે આજથી એક વર્ષ પહેલાં પ્રિવીલોન ગ્રુપના બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા ફ્લેટ બુક કરાવવા માટે એમની જાહેરાત જોઈને સંપર્ક કર્યો હતો. અને જે બાદ અમે ફ્લેટ બુક કર્યો હતો. પરંતુ કન્સ્ટ્રક્શનના કામમાં તથા રેરા રજીસ્ટ્રેશન કામમાં મોડું થયું હતું. અને અમને બહારથી મૂળ જૂનાગઢના બિલ્ડર હિરેન કારિયાનો રિપોર્ટ ખરાબ મળ્યો હતો. ત્યાં પણ કોઈ બીલ્ડકોન ક્ષેત્રે ઉઠામણું કરી આવ્યા હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે બાદ અમે પોતાની મૂડી પરત માંગવાનું શરૂ કર્યું હતું. તેઓ અમને વારંવાર મુળી પરત કરવા માટે પણ દિલાસા આપી રહ્યા હતા. પરંતુ ગઈકાલથી અચાનક તેઓ ફોન રિસીવ કરતા બંધ થઈ ગયા છે. અને આજે સાઈટ સ્થળ પર તારા લાગી ગયા છે અને સ્કીમનાં પોસ્ટર પણ ફાટી ગયા છે. આ સમગ્ર મામલાની રજૂઆત કરવા માટે 200 જેટલા પીડીતો બોપલ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે.
20% રકમ એડવાન્સ; કરોડોનું ફૂલેકું ફેરવી ફોન બંધ કરાયો
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હિરેન કારિયા અને જયદીપ કોટક નામના બિલ્ડરે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્ક્રીમમાં ફ્લેટ બુક કરાવનાર પાસેથી 20% રકમ એડવાન્સ લેવામાં આવી રહી હતી. જયદીપ કોટક અને હિરેન કારિયા નામનાં બિલ્ડરોનું કહેવું છે કે સાઇટ વિઝિટની જમીનના પૈસા ખેડૂત પાસેથી લેવાના છે. જે રકમ આવતા રોકાણકારોને પરત ચૂકવાશે છે. સાથે ગ્રાહકોના આક્ષેપ મુજબ પૈસા પરત લેવાની માંગણી કરતા માત્ર વાયદાઓ આપવામાં આવી રહ્યા છે અને છેલ્લા 60 દિવસથી તો એક કે બે દિવસમાં પૈસા આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
હિરેન કારિયાએ અગાઉ જૂનાગઢમાં ઠગાઈ કરી: ગ્રાહક
સૂત્ર પ્રમાણે મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના PRIVILON ગ્રુપના બિલ્ડર હિરેન કારિયાએ જુનાગઢમાં અમૃત બિલ્ડકોન નામની કંપની ઉભી કરીને રોકાણકારોનાં રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. જે બાદ અમદાવાદમાં આવીને આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં રેરા રજીસ્ટર્ડ પહેલાં પ્રી બુકિંગ એટલે કે પ્રપોઝની સ્કીમ બહાર પાડવામાં આવી હતી. જેમાં ગ્રાહકોને રેરા રજિસ્ટ્રેટ થયા બાદ ભાવ વધારો થશે જેથી અગાઉ બુક કરીએ તો ઓછા ભાવમાં ફ્લેટ મળશે તેવી લાલચમાં ફસાઈને હેરાન થવાનો વારો આવ્યો છે.