ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયા ગેંગનો પર્દાફાશ

  • બે કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજીટલ અરેસ્ટ કર્યા
  • લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનુ જાણવા મળ્યું છે
  • છેતરપિંડીના નાણાં ક્યા ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા? તેની તપાસ કરવામાં આવી

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયા ગેંગનો પર્દાફાશ થયો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બે કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજીટલ અરેસ્ટ કર્યા બાદ રૂપિયા 1.26 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ અમદાવાદમાં રહેતા 4 યુવકોની ધરપકડ કરી છે.

કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમા મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા

ઝડપાયેલા આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમા મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના દ્વારા વિદેશમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં ભારતમાંથી વિદેશમાં પહોંચતા કરવામાં આવતા હતા. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત અધિકારીને 25 દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો. જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના નામે બે કરોડ જેટલી રકમના ગેરકાયદેસર વ્યવહાર થયા છે. જે નાણાં આતંકી ફંડના હોવાની શક્યતા છે. જેથી સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

છેતરપિંડીના નાણાં ક્યા ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા? તેની તપાસ કરવામાં આવી

આ કેસમાં સુપ્રિમ કોર્ટમાં રિક્વેસ્ટ કરીને ડીજીટલ અરેસ્ટ કરીને પુછપરછ થશે. જેથી સિનિયર સિટીઝન ડરી ગયા હતા. બાદમાં તેમને વીડિયો કોલથી ડીજીટલ અરેસ્ટ થયાનું કહીને તેમના બેંક એકાઉન્ટ, ફિક્સ ડીપોઝીટ અને અન્ય રોકાણોની વિગતો મેળવીને આશરે 1.26 કરોડ જેટલી રકમ ચકાસવાનું કહીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. જે વેરીફીકેશન બાદ 48 કલાકમાં પરત આપી દેવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. આ કેસની સાયબર ક્રાઇમ સેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં છેતરપિંડીના નાણાં ક્યા ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા? તેની તપાસ કરવામાં આવી હતી.

લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનુ જાણવા મળ્યું છે

અમદાવાદમાં રહેતા મહોમદ હુસૈન જાવેદ અલી, તરૂણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકર નામના યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમે જણાવ્યું કે છેતરપિંડી માટે જે લીંકનો ઉપયોગ કરાયો હતો. તે લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનુ જાણવા મળ્યું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ આ ગેંગ સુધી નાણાં પહોંચે તે માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. જેના બદલામાં તેમના કમિશન મળતું હતું. આ ઉપરાંત, આરોપીઓની અન્ય ભૂમિકા તપાસમાં આવી રહી છે.

આ પણ વાંચો: જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો

Back to top button