ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: ઓનલાઇન ફૂડ મંગાવનારા સાવધાન, પાસ્તામાંથી જીવાત નીકળી

Text To Speech
  • યુવતીએ હોટેલમાં ફોન કરીને આ બાબતે ઉધડો લીધો
  • ઝોમેટો મારફત સિઝલર મગાવ્યું હતું
  • મારુતિનંદન રેસ્ટોરાંના સિઝલર્સમાંથી જીવાત નીકળી

અમદાવાદમાં ઓનલાઇન ફૂડ મંગાવનારા સાવધાન થઇ જાવ કારણ કે નારણપુરાની મારુતિનંદન રેસ્ટોરાંના સિઝલર્સમાંથી જીવાત નીકળી છે. ઓનલાઇન મંગાવેલું પાસ્તા થોડા ખાધા પછી જીવાત દેખાઈ હતી. યુવતીની ફરિયાદ બાદ મ્યુનિ.ની કાર્યવાહી થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: GST બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા વધુ એક પ્રયાસ

ઝોમેટો મારફત સિઝલર મગાવ્યું હતું

ઝોમેટો મારફત સિઝલર મગાવ્યું હતું. નારણપુરાની મારુતિનંદન રેસ્ટોરાંમાં સિઝલરમાંથી જીવતા નીકળતા મ્યુનિ.માં એક યુવતીએ ફરિયાદ કરી છે. સિઝલરમાં આવેલા વ્હાઇટ પાસ્તાથી જીવાત નીકળતા ઓનલાઇન ફૂડ એપમાં ફરિયાદ કરાયા બાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. નારણપુરાની મારુતિનંદન હોટેલમાંથી ઓનલાઇન ફૂડ એપ મારફત એક યુવતીએ સ્પેશિયલ સિઝલરનો ઓર્ડર કર્યો હતો, જેમાં જીવાત નીકળી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા 

યુવતીએ હોટેલમાં ફોન કરીને આ બાબતે ઉધડો લીધો

ઝોમેટો મારફત સિઝલર મગાવ્યું હતું. બે ડબ્બામાંથી અડધો ડબ્બો પૂરો થયા પછી વ્હાઇટ પાસ્તામાંથી જીવાત નીકળતા યુવતીએ હોટેલમાં ફોન કરીને આ બાબતે ઉધડો લીધો હતો. જવાબમાં હોટેલમાલિકે નવા પાસ્તા મોકલી આપવા સહિત નાણાં પરત કરવા જણાવ્યું હતું. પરંતુ યુવતીએ ઓફર નહીં સ્વીકારીને મ્યુનિ.કોર્પોરેશન અને ઝોમેટોની એપમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગનો સ્ટાફ મોડી સાંજે હોટલ પર પહોંચ્યો હતો અને રસોડા સહિત ચીજવસ્તુઓની ચકાસણી કરી હતી.

Back to top button