અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં એકનું મોત જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. વસ્ત્રાલ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થયુ હતુ જ્યારે અન્ય એક ઘટનામાં મેટ્રોના પિલ્લર સાથે કાર અથડાતા પલટી મારી જતા ત્રણ લોકો ઘાયલ થયા હતા.
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માતમાં એક મહિલાનું મોત
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનમાં મહિલાનું મોત#accident #accidentnews #ahmedabdupdates #Gujarat #Gujaratinews #humdekhengenews pic.twitter.com/Gr2F0JS1BU
— Hum Dekhenge News (@humdekhengenews) June 10, 2023
વસ્ત્રાલમાં મોડી રાત્રે રિંગ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં વસ્ત્રાલના ગજાનંદ 189માં રહેતા રેખાબેન પંચાલ પોતાની દીકરી સાથે રિંગ રોડ પરથી પસાર થતા હતા આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમણે અડફેટે લીધા હતા. આ ઘટનામાં રેખાબેન પંચાલનું મોત થયુ હતુ જ્યારે તેમની દીકરી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
વસ્ત્રાલમાં અન્ય એક ઘટનામાં મેટ્રો સ્ટેશનની નીચે ફૂલ ઝડપે આવી રહેલ ગાડી મેટ્રો સ્ટેશનના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે કાર પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાલક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.