અમદાવાદ: રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર લેતી સ્ત્રીઓનાં વિડીયો વાયરલ કરવાના કેસમાં વધુ એકની ધરપકડ


28 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; શહેર સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર લેતી સ્ત્રીઓના ફોટા વિડિયો વાયરલ કરવાના કેસમાં સતત એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક આરોપીને દિલ્હી ખાતેથી ધરપકડ કરી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. જેને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધી કુલ 6 આરોપીઓ પકડાયા: ACP
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ACP માંકડીયાએ જણાવ્યું હતું કે -ટ્યુબ ચેનલ આઇ.ડી-Megha Mbbs તેમજ યુ-ટ્યુબ ચેનલ આઇ.ડી. cp monda તથા Andamen Productions તેમજ ટેલીગ્રામ આઇ.ડી-Megha Demos Group પરથી હોસ્પિટલમાં અજાણ્યા સ્ત્રી દર્દીઓના હોસ્પિટલના નર્સ દ્વારા ઇન્જેકશન આપતા વિડીયો વાયરલ કરી તથા વેચાણ કરી પૈસા કમાવનાર આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. ટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ આઇ.ડીની ટેકનિકલ માહિતી માંગી આ ગુના સાથે સંકળાયેલ આરોપીની માહિતીનાં આધારે અત્યાર સુધી કુલ 6 આરોપીને પકડી કોર્ટ દ્વારા રિમાન્ડ મેળવી આગળની કાયર્વાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીને દિલ્હીથી ધરપકડ કરી અમદાવાદ લવાયો
પકડાયેલા આરોપી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ પાયલ હોસ્પિટલના લાઇવ સી.સી.ટી.વી કેમેરા ડિવાઇસ હેક કરનાર પરીત ઘનશ્યામભાઈ ધામેલીયા લાઇવ CCTV કેમેરાની ફાઇલ ટેલીગ્રામમાં રોહિત સિસોદિયાને મોકલી રોહીત તેમાંથી Hack થયેલા CCTV ના Feed QR CODE ના સ્વરૂપે પ્રજવલ અશોક તેલીને અને અન્ય લોકોને પૈસાથી આપતો હતો અને તે પ્રજવલ અશોક તેલી તથા અન્ય આરોપીઓએ યુટ્યુબ તથા ટેલીગ્રામમાં અપલોડ કરતા હતા. અત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા દિલ્હીથી રોહિત સંજયકુમાર સિસોદિયાની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો છે. જેનું મુખ્ય કામ પાયલ હોસ્પિટલના CCTV કેમેરાના QR Code ટેલીગ્રામમાં પૈસાથી વેચાણ કરવાનું હતું.